February 2008


   

                                           images8.jpg

      નજરથી  નજર  મળીને   વાત બની  ગઈ

      નજરથી  નજર  ચુરાવી   વાત  કહી  ગઈ

      નજરના  જામ છલક્યાને  પ્યાસ  બુઝી  ગઈ

      નજરના  તીર  વાગ્યાને  હાય  નિકળી  ગઈ

      નજરના  અમીની  વર્ષા  ચુંદડી  ભિંજાઈ  ગઈ

       નજરના નજરાણાં ધર્યા  બાજી  પલટાઈ  ગઈ

       નજર  ન  લાગે  તને  ભાલે  અંકાઈ  ગઈ

       નજર  નજરમાં  ફેર  દિલે  દસ્તક  દઈ  ગઈ

       નજરના  ખેલાયા  ખેલ  દુલ્હન  બની  ગઈ

        નજર  મારી  નિરખે  ભીંતે  ટિંગાઈ  ગઈ 

         નજર  તારી  વાલમ  હૈયે  જડાઈ  ગઈ

       

images22.jpg                                1toy213-thumb1.jpg

              હા, આજનો દિવસ મારે માટે ખૂબ મહત્વનો છે. હા, હવે તો તે ભૂતકાળ થઈ ગયો

  તેથી  હતો કહીશ.બાળપણની નિર્દોષ દોસ્તી. એ બાબતમા હું ખૂબ ભાગ્યશાળી છું.

 મારો   સ્વ્ભાવ સારો કહી શકાય કે નહીતે ખબર નથી. પણ હા ઘણી વ્યક્તિઓ મને

  પસંદ નથી કરતા. એ તેમની મારા પ્રત્યેની નારાજગી પરથી સ્પષ્ટ જણાઈ આવે. ખેર

    એ   વાતમા ન પડતા જે કહેવું છે તે કહેવા દો. આજે બસ મને રોકો મા.
    શુક્રવાર, ૨૨મી ફેબ્રુઆરી રાતના ૧૧ વાગે હું એરપોર્ટ જતી હતી. શામાટે? આટલું

બધું મોડું? મારી શાળાની બે સહેલી ન્યુજર્સીથી ખાસ મને મળવા આવી રહી હતી.

અમે છેલ્લા ૫૦ વર્ષોથી એકબીજાના પરિચયમા છીએ. બસ આ જ વાત તો મારે

 તમને કહેવી હતી. કે આજનો દિવસ મારે માટે કેટલો મંગલહતો. કદી દિલમાં ખટકો

નહી. કદી એકબીજા પ્રત્યે કભાવ નહી. કદી મારુ તારુ નહી. કદી સ્વાર્થ નહી.કદી કોની

 પાસે કેટલા પૈસા છે તેની પરવા નહી. બધાનો પરિવાર સુખી છે. તે અમારા સહુના
   જીવનનો ઉત્સાહ હતો.

    વાચક મિત્રો, મારા હ્રદયના ભાવ તમારી સમક્ષ મૂકવા માટે મારું હૈયું તલસી

રહ્યું હતું . કહેવાય છે દુઃખ વહેંચો તો અડધું થાય, આનંદ વહેંચો તો બમણો થાય.

ખૂબ મઝા કરી. ઘણે બધે ઠેકાણે હ્યુસ્ટનમાં ફર્યા,એ બધી ગૌણ વાતો છે. કિંતુ

 મળ્યા, બાળપણના સુંદર દિવસો યાદ કર્યા. આટલા બધા વર્ષો સુધી એ પ્રેમ
 અકબંધ છે તેનો ઉત્સવ મનાવ્યો. એ નિર્મળ પ્રેમની ગંગામાં ડુબકી મારી. ઘડીભર

સંસારના આરોહ અનેઅવરોહ વિસારે પાડ્યા. બસ પ્રભુ આવો પ્યાર મેળવવા હું

સદભાગી બની એ તારી કૃપા નહી તો બીજું શું?

      

 images1.jpg

         ખાંડ નહી ખાવાની. મધુપ્રમેહ નો રોગ થાય.
     
        ઘી  નહી ખાવાનુ  જાડા થઈ જવાય.

         એક  પ્રશ્ન  છે? જેનો ઉકેલ  આસાન નથી.
                              કયો?
         ગળ્યું  ખૂબ ભાવે. ચાલો ત્યારે આજે બનાવીએ ખજૂરની  બરફી.
  

       સામગ્રીઃ
 
            ૧       રતલ  ખજૂર. પીસેલા. જો તે તૈયાર મળે તો વા.
                        નહીતર મિક્સરમા વાટવા.
        ૧/૪    રતલ   મોળા પિસ્તા

            ૧/૪     રતલ    બદામ

           બનાવની   રીત.

        બદામ  અને  પિસ્તાને  માઈક્રોવેવ  ઓવન માં ૧ મિનિટ માટે
             ગરમ કરો. 
     

                  દરેક  વાટો  છૂટો  પ્લાસ્ટિકમા  વિંટાળી  ફ્રીજમાં  રાતભર રાખવો.

         બીજે  દિવસે  તેના  નાના  ટુકડા કરી  ખાવાના  ઉપયોગમા  લેવા.

           ખૂબજ  સ્વાદિષ્ટ  લાગશે.  આરોગ્ય પ્રદાન  કરનાર પણ છે.

         આશા છે  બનાવીને ખાશો ત્યારે  મારી યાદ  આવશે.  

p>s>   You can decorate with powder coconut or poppy seeds.

 images2.jpg

     શિખાએ આજે ખૂબ મોટી મિજબાની રાખી હતી.  નવુ ઘર, ઘરમા લક્ષમી સમાન દીકરીનું આગમન.
   તેના આનંદનો પાર ન હતો. નામ પણ  કેવું સુંદર રાખ્યું હતુ.  ‘ખુશી’ ઘરમા બસ આનંદ મંગલ છવાયો હતો.
   સપનના માતા પિતા પણ રાજીના રેડ થઈ ગયા હતા. એમની અંતરની અભિલાષા શિખાએ પૂરી હતી.      ચારે તરફ આનંદનું  વાતાવરણ છવાયું હતું. મહેમાનો  આવી પહોંચ્યા હતા. ખુશીએ ઘર પણ ખૂબ સુંદર
   સજાવ્યું હતું. ખાવાનામાં  પાંચ પકવાન બનવડાવ્યા હતા. ખુશી તો જાણે આસમાનમાંથી ઉતરી હોય તેવી
   સુંદર લાગતી હતી.  શિખા ખૂબ સંસ્કારી માતાપિતાની દિકરી હતી. સપનને પ્રાણથી પણ અધિક ચાહતી હતી.
   સપનને માત્ર એક નાનો ભાઈ હતો જે હજુ ભણવામાં મશગુલ રહેતો. સપનના માતાપિતા ભલે ખૂબ પૈસાદાર
   ન હતા પણ શિખાએ તેમને પ્યાર આપી માલામાલ કરી દીધા હતા. સપન ‘હ્રદયનો ડોક્ટર’ હતો. શિખાએ   તેના સાસુ સસરા માટે સરસ મજાનું નાનુ ઘર બાજુમાં જ બંધાવ્યું હતુ. એકબીજા અંદરથી આવજા ખૂબ આસાનીથી  કરી શકતા. શિખાનું દિલ ખુબ વિશાળ હતું. તેને ખબર હતી, ઘર મોટા હોવાથી સાથે નથી રહેવાતુ, દિલ મોટા જોઈએ.  શિખા રસોઈપાણી ઘરે બનાવી તેમના માટે ખુદ આપવા જતી, નહીકે નોકરો મારફત મોકલાવતી.
    ખેર, ગાડી પાટા પરથી ઉતરી ગઈ. બસ ધમાલ ચાલતી હતી. દરેક જણા એ મિજબાનીની  ખૂબ મઝા માણી. ખુશીને સાચવવા વાળી આયાને જમવાનો સમય પણ પ્રાપ્ત ન થયો. આટલી બધી ધમાલમા શિખાને પણ યાદ ન રહ્યું. રાત પડી ગઈ હતી. થાકના બોજા હેઠળ ક્યારે બધા જંપી ગયા તેનો ખ્યાલ પણ ન રહ્યો.    સવાર થઈને જ્યારે આયા ઉઠી નહી ત્યારે શિખા તેને બોલાવવા આવી. આયા બહુ અશક્ત જણાતી હતી. શિખાએ પ્રેમથી<br />
  પૂછ્યું કેમ  આમ? આયા કહે બહેન મેં કાલથી કાંઈ ખાધું નથી. ત્યારે શિખાને યાદ આવ્યું અરે આટલી બધી ધમાલમા આવું  કેવી રીતે થયું. ખુશીની, ખુશીમાં અંતરાય નપડે તેનું આણે કેટલા જતનથી પાલન કર્યું. શિખા પોતાના હાથે ચહા અને નાસ્તોતૈયાર કરીને લઈ આવી. તેને પ્રેમથી ખવડાવી બોલી, આજે તું રજા પાડ અને તારા પરિવાર માટે બાંધી આપું તે બધું લઈ જા. ખુશીની, ખુશી તું તારા પરિવારની સાથે જમીને મનાવજે.——–

images12.jpg

  સાનમાં સમજાવશું આજ હવે કશું કહેવું નથી

વિયોગનું જુઓ પરિણામ હવે કશું કહેવું નથી

પ્રિતડીના દીઠાં અંજામ હવે કશું કહેવું નથી

ખૂબ સહ્યું દીલેઆમ હવે કશું કહેવું નથી

જીવન બન્યું નાકામ હવે કશું કહેવું નથી

એકઠો કર્યો સરંજામ હવે કશું કહેવું નથી

શ્વાસોને મળશે આરામ હવે કશું કહેવું નથી

ક્યારે પામીશ વિરામ હવે કશું કહેવું નથી

આવી પરમને ધામ હવે કશું કહેવું નથી

તમારે શરણે મુકામ હવે કશું કહેવું નથી

                           images8.jpg

    ક્યાંક  શબ્દોના  ઘોર  જંગલો  છે

    ક્યાંક  અર્થોના  અલૌલિક  સૂર્યોદય  છે

     ક્યાંક  વિચારોના  ઘુઘવતા  દરિયા  છે

     ક્યાંક  મૌનના  એકલવાયા  શિખરો  છે.

   ક્યાંક  રહસ્યોની  અંધકાર  ભરી વસાહતો  છે

    ક્યાંક  અનુભૂતિના  વૃક્ષોથી  લથપથ  ખીણો  છે

    ક્યાંક  જીવન  સાધનાનૉ  નિર્જન  કાંઠો  છે——–!

     Ravindranath  Tagore:

                    images16.jpg

   જીભ લસલસતો ઘીનો બનાવેલો શીરો ખાય પણ કદી ચીકણી નથી હોતી.

ગગનેથી બારેમેઘ ખાંગા થાય પણ તે તો કોરુધકોર હોય.

બોટલમાં શરાબ હોય પણ બોટલ કદી નાચતી નથી કે હોશ ગુમાવતી નથી.

હીરાને કદી પોતાના મૂલ્યની ખબર નથી.

જીવતા માણસની કદરન કરે મર્યા પછી તેના ગુણગાન.

પેન લખે સડસડાટ પણ તેનામા જ્ઞાન કેટલું.

નમ્રતા એતો માનવનું અલંકાર છે.

મુજથી હું અભિન્ન છું પણ હું મુજમાં સમાયેલ છે.

અહંકારને ડુબવા માટે સાગર નહી અશ્રુનુ ટીપુ પણ ચાલે.

ઈશ્વર ગાડીનું ‘સ્પેર વ્હીલ” નથી “સ્ટિયરીંગ વ્હીલ” છે.

પ્રાર્થના જીવનનો જાન નથી ગાન છે.

ઘડપણમાં હસાય નહી એના કરતા હસીએ નહી તેથી ઘડપણ ઢુંકડુ જણાય.

જીવનમા જે આવે છે તે જવા માટે.

સુખની કિંમત ત્યારે જણાય જ્યારે દુખ પડે ત્યારે.

સુખદુખ સંજોગો પર આધારિત છે તેના કરતા તેના પ્ર્ત્યેના અભિગમ પર નિર્ભર છે.

જીવનમા કશુ શાશ્વત નથી. સઘળું અનિત્ય છે.

સર્વનું મંગલ હો. સર્વનું મંગલ હો.

images22.jpg

      

          પ્રભુ  કૃપાથી  મને કશાની એલર્જી  નથી.
 શાળામા છોકરાઓને ભણાવવા એ  ચાહે  ભારત હોયકે  અમેરિકા બધે
  સરખું હોય.
    શાળામાઃ બાળકોને શાંત પાડી મેં ધીરેથી કહ્યું.
          સાંભળો  બાળકો મારું નામ પ્રવિણા છે.
          મને અવાજની એલર્જી છે.

     બાળકોઃ  ચોથા ધોરણમા  હતા. મારી સામે જોઈ
                  રહ્યા. એક ચપળ વિદ્યાર્થિ બોલ્યો, પ્રવિણા
                  મેડમ તમને શું થાય.

    પ્રવિણાઃ   મારો ગુસ્સો જાય.
     

images4.jpg 

Every  Day  is  Valentine Day  if you  keep your heart  free from hate.                

  Every  Day is  Valentine  Day  if  you  stay  away  from  worries.

Every  Day  is  Valentine  Day  if  your  expectations are at minimum level.

 Every  Day  is Valentine  Day  if  You  give  more  than you  receive.

 Every  Day  is  Valentine  Day  if  You  trust  God.

 Every  Day  is  Valentine  Day  if  you  fill your  heart  with  LOVE. 

 Happy  Valentine  Day  to all  my  readers,  friends  and whoever  read  this  message.

 FAMILY  TOO.   

       

images5.jpg

 જીવન છે નદિયાની ધારા
  ખળ ખળ વહેતું જાયે
  પ્રેમ ધિક્કાર માન અપમાન
  તેની ધારા ના અટકાવે

જો માંદગી સતત સતાવે
  મુસ્કુરાઓ ના ગણકારો
  મોટું મનને ઉદાર દિલ
  તેની અકસીર ઔષધ જાણો

ઇચ્છીત પામો આ જીવનમાં
  ઈશ્વરને કદી મંઝુર નથી
  ન ભાવતાને ભાવતું કરો
  પ્રયત્નથી કશું મુશ્કેલ નથી

હિંમતે મર્દા તો મદદે ખુદા
  એ ઉક્તિ પર દિલ ફીદા
  આનંદો આ જીવનમાં સદા
  કિરતારના છે મૂક વાદા

Next Page »