જીભ લસલસતો ઘીનો બનાવેલો શીરો ખાય પણ કદી ચીકણી નથી હોતી.
ગગનેથી બારેમેઘ ખાંગા થાય પણ તે તો કોરુધકોર હોય.
બોટલમાં શરાબ હોય પણ બોટલ કદી નાચતી નથી કે હોશ ગુમાવતી નથી.
હીરાને કદી પોતાના મૂલ્યની ખબર નથી.
જીવતા માણસની કદરન કરે મર્યા પછી તેના ગુણગાન.
પેન લખે સડસડાટ પણ તેનામા જ્ઞાન કેટલું.
નમ્રતા એતો માનવનું અલંકાર છે.
મુજથી હું અભિન્ન છું પણ હું મુજમાં સમાયેલ છે.
અહંકારને ડુબવા માટે સાગર નહી અશ્રુનુ ટીપુ પણ ચાલે.
ઈશ્વર ગાડીનું ‘સ્પેર વ્હીલ” નથી “સ્ટિયરીંગ વ્હીલ” છે.
પ્રાર્થના જીવનનો જાન નથી ગાન છે.
ઘડપણમાં હસાય નહી એના કરતા હસીએ નહી તેથી ઘડપણ ઢુંકડુ જણાય.
જીવનમા જે આવે છે તે જવા માટે.
સુખની કિંમત ત્યારે જણાય જ્યારે દુખ પડે ત્યારે.
સુખદુખ સંજોગો પર આધારિત છે તેના કરતા તેના પ્ર્ત્યેના અભિગમ પર નિર્ભર છે.
જીવનમા કશુ શાશ્વત નથી. સઘળું અનિત્ય છે.
સર્વનું મંગલ હો. સર્વનું મંગલ હો.
February 17, 2008 at 11:06 am
Good.
February 18, 2008 at 7:34 am
wah khub saras ..gamiu vachvanu
February 21, 2008 at 12:37 am
સર્વનું મંગલ હો. સર્વનું મંગલ હો.
sunadar bhavna
February 22, 2008 at 11:21 pm
manavama ave che.badhu manavama ave che..sarvanu mangal..dase dishathi mangla ho..
saras….