આજનો દિવસ
February 26, 2008 by pravinash1
હા, આજનો દિવસ મારે માટે ખૂબ મહત્વનો છે. હા, હવે તો તે ભૂતકાળ થઈ ગયો
તેથી હતો કહીશ.બાળપણની નિર્દોષ દોસ્તી. એ બાબતમા હું ખૂબ ભાગ્યશાળી છું.
મારો સ્વ્ભાવ સારો કહી શકાય કે નહીતે ખબર નથી. પણ હા ઘણી વ્યક્તિઓ મને
પસંદ નથી કરતા. એ તેમની મારા પ્રત્યેની નારાજગી પરથી સ્પષ્ટ જણાઈ આવે. ખેર
એ વાતમા ન પડતા જે કહેવું છે તે કહેવા દો. આજે બસ મને રોકો મા.
શુક્રવાર, ૨૨મી ફેબ્રુઆરી રાતના ૧૧ વાગે હું એરપોર્ટ જતી હતી. શામાટે? આટલું
બધું મોડું? મારી શાળાની બે સહેલી ન્યુજર્સીથી ખાસ મને મળવા આવી રહી હતી.
અમે છેલ્લા ૫૦ વર્ષોથી એકબીજાના પરિચયમા છીએ. બસ આ જ વાત તો મારે
તમને કહેવી હતી. કે આજનો દિવસ મારે માટે કેટલો મંગલહતો. કદી દિલમાં ખટકો
નહી. કદી એકબીજા પ્રત્યે કભાવ નહી. કદી મારુ તારુ નહી. કદી સ્વાર્થ નહી.કદી કોની
પાસે કેટલા પૈસા છે તેની પરવા નહી. બધાનો પરિવાર સુખી છે. તે અમારા સહુના
જીવનનો ઉત્સાહ હતો.
વાચક મિત્રો, મારા હ્રદયના ભાવ તમારી સમક્ષ મૂકવા માટે મારું હૈયું તલસી
રહ્યું હતું . કહેવાય છે દુઃખ વહેંચો તો અડધું થાય, આનંદ વહેંચો તો બમણો થાય.
ખૂબ મઝા કરી. ઘણે બધે ઠેકાણે હ્યુસ્ટનમાં ફર્યા,એ બધી ગૌણ વાતો છે. કિંતુ
મળ્યા, બાળપણના સુંદર દિવસો યાદ કર્યા. આટલા બધા વર્ષો સુધી એ પ્રેમ
અકબંધ છે તેનો ઉત્સવ મનાવ્યો. એ નિર્મળ પ્રેમની ગંગામાં ડુબકી મારી. ઘડીભર
સંસારના આરોહ અનેઅવરોહ વિસારે પાડ્યા. બસ પ્રભુ આવો પ્યાર મેળવવા હું
સદભાગી બની એ તારી કૃપા નહી તો બીજું શું?
khub saras bhav
આપણ ને જ્યારે નિર્મળ નિસ્વાર્થ પ્રેમ ની અનુભૂતિ થાય છે ત્યાર નો આનંદ શબ્દોમાં વર્ણવવાની કોશીશ કરીએ પણ ખરેખર્ એ અનુભૂતિ મહેસુસ કરવી વધારે આનંદ દાયક હોય છે…!..
સારા નસીબ હોય તો સારા દોસ્તો જિંદગી માં મલે છે ..અને વધારે સારા નસીબ હોય તો જ એ જિંદગી ભર સાથે રહે છે..અને એનાં કરતાં પણ સારા હોય તો એ રોજ મલે એવી રીતે નજીક હોય છે..
આપની દોસ્તી જિંદગી ભર માટે આવીજ રહે એ જ પ્રભુ પ્રાર્થનાં
live positive way and make yourself happy forever…no matter what!!! unconditional love for everybody… just go all the way with it.