નજર
February 28, 2008 by pravinash1
નજરથી નજર મળીને વાત બની ગઈ
નજરથી નજર ચુરાવી વાત કહી ગઈ
નજરના જામ છલક્યાને પ્યાસ બુઝી ગઈ
નજરના તીર વાગ્યાને હાય નિકળી ગઈ
નજરના અમીની વર્ષા ચુંદડી ભિંજાઈ ગઈ
નજરના નજરાણાં ધર્યા બાજી પલટાઈ ગઈ
નજર ન લાગે તને ભાલે અંકાઈ ગઈ
નજર નજરમાં ફેર દિલે દસ્તક દઈ ગઈ
નજરના ખેલાયા ખેલ દુલ્હન બની ગઈ
નજર મારી નિરખે ભીંતે ટિંગાઈ ગઈ
નજર તારી વાલમ હૈયે જડાઈ ગઈ
“નજરના ખેલાયા ખેલ દુલ્હન બની ગઈ
નજર મારી નિરખે ભીંતે ટિંગાઈ ગઈ ”
નજર મળે ને કોઈ દુલ્હન બની જાય!!!!ક્યાં બાત હૈ??
નજર મારી નિરખે ભીંતે ટિંગાઈ ગઈ
આખી ગમી પણ આ ન ગમ્યુ..એક રસ્તો છે ત્યા મારો ફોટો લગાડી દઈયે તો કેમ રહેશે?
નજર મારી નિરખે નીતા નાં ફોટા માં ટિંગાઈ ગઈ…
પણ ખુબ સરસ છે આખી નજર ની વાત…
khub saras…valam ne haiye…
najar male ne koi dulhan bani jay..
vah…