Posted in કાવ્યો on February 10, 2008 | 3 Comments »
વનરાજી વચ્ચે
કૅડી કંગારે
ઝરણાનું મોહક
ખળખળ વહેવું
વૃક્ષોને ભેદી
સૂર્યના કિરણો
અલપઝલપ થાતા
રાહ બતાવે
મંદમંદ પવન
લટને સંવારે
શીળી છાયા
મનડું લોભાવે
કોયલનું કુંજન
ભમરાનું ગુંજન
ખીસકોલી છાની
પકડદાવ દેતી
ધુળની ડમરી
ગગને ચડતી
કંકર સંગે
રીસાઈ જાતી
કલા કુદરતની
અનોખી અનેરી
સૌંદર્ય વેરી
શુશોભિત થાતી
Read Full Post »
Posted in વિણેલા મોતી on February 10, 2008 | 6 Comments »
માન અપમાન એ કોઈની જાગીરદારી નથી
કુદરતના ન્યાય આગળ કોઇની ભાગીદારી નથી
વ્યક્તિઓના સમુહને સમાજ કહેવાય.
વ્યક્તિમા સમજ હોય તો સમાજ સમજુ હોય
જે શોષણ કરે છે તેની આંખે પાટા છે
જે શોષણ કરે છે તે અભિમાનમા ગળા ડૂબ છે.
જે શોષણ કરે છે તેણે સાચા ખોટાનું વિવેક ગુમાવેલ છે.
જે શોષણ કરે છે તેને સારા નરસાનું ભાન હોતુ નથી.
જે શોષણ કરે [...]
Read Full Post »
Posted in હાસ્ય રસ on February 7, 2008 | 3 Comments »
મમ્મીઃ બેટા, મારા જમાનામાં હું પણ કોલેજમા ભણવા ગઈ હતી.
એસ.એન.ડી.ટીમાં નહીં હં કે. ઝેવિયર્સમા. તને મને
અભણ કહેતા લાજ નથી આવતી.
દિકરીઃ મા, હજુ ભલેને હુ, કોલેજના છેલ્લા વર્ષમા હોઉં. પણ
કમપ્યુટરમાં હું ભલભલાને પાણી પિવડાવું છું. મા, હવે
‘અભણ’ ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે.
મમ્મીઃ તારા હિસાબે નવી વ્યાખ્યા શું છે?
[...]
Read Full Post »
Posted in ચિંતન લેખ on February 4, 2008 | 3 Comments »
પ્રેમ પ્યાર્
પ્રેમનું વર્ણન ક્યાંથી શરૂ કરું? જેને નથી આકાર કે જે નથી સાકાર. જેને નથી સુગંધ
કે જેને નથી સ્વાદ. નિરાકાર અને રંગ વગરનો છતાંય અલૌકિક અને અદભૂત. જેનું
વર્ણન અશક્ય નહી પણ નામુમકીન. પ્રેમની પવિત્રતાની શું વાત અંગે અંગ જેની
અનુભૂતી થાય. જેના સ્પર્શની કલ્પના માત્રથી સ્પંદન અનુભવાય છતાં અભડાય નહી.
પ્યાર જ્ઞાન [...]
Read Full Post »
Posted in કાવ્યો on February 2, 2008 | 1 Comment »
દુઃખ પડે ત્યારે નિસરે ગઝલ
મલમ લગાવી ઘા રૂઝવે ગઝલ
કરે તલવારના ઘા સહેતી ગઝલ
શિરછેદ કરી પાઘડી બાંધે ગઝલ
અતલ ઉંડાણમા શોધતા લાધી ગઝલ
ભલે નાસમજ સમજે છીછરી ગઝલ
કત્લેઆમ કરે હરફ ન ભરે ગઝલ
ફના થવાની મઝા માણતી ગઝલ
અબુધની બુધ્ધિમાં ન ઉતરે ગઝલ
શાન આવે ત્યારે સળવળતી ગઝલ
મિલનની પળોમાં નાચી ઉઠતી ગઝલ
વિયોગની ક્ષણોમા આંસુ વહાવે ગઝલ
આશા નિરાશાની ડાળે ઝૂલે ગઝલ
કડડભૂસ ટૂટી [...]
Read Full Post »