શ્રદ્ધા—— શંકા
March 9, 2008 by pravinash1
બંનેની રાશી એક છે.
શ્રદ્ધા તારે છે.
શંકા ડૂબાડે છે.
શ્રદ્ધા આવશ્યક છે.
શંકા અનાવશ્યક છે.
શ્રદ્ધા સહારો છે.
શંકા સિતારો છે.
શ્રદ્ધામાં શંકાને સ્થાન નથી.
શંકા હોય ત્યાં શ્રદ્ધા ઢુંકતી નથી.
શ્રદ્ધા વાતાવરણ પવિત્ર બનાવે છે.
શંકા મલિનતા પ્રસરાવે છે.
શ્રદ્ધા કૃપાપાત્ર બનાવે છે.
શંકા ને અને કૃપાને બાપે માર્યા વેર છે.
શ્રદ્ધાથી દોષ કશો દૂર ભાગે છે.
શંકા દોષોને પોષે છે.
શ્રદ્ધા વિનાનો માનવી પામર છે.
શંકાશીલ માનવી જીવિત મૃત સમાન છે.
શ્રદ્ધા અર્પણ , તર્પણ અને સમર્પણ થી વૈભવ શીલ બને છે.
શંકા ઈર્ષ્યા , નીંદા અને તુલનાથી દુષિત બને છે.
શ્રદ્ધા સર્જનની જનેતા છે.
શંકા વિસર્જનની સાક્ષી છે.
શ્રદ્ધા————- સંતોષ
શંકા ————અસંતોષ
shrશ્રધ્ધાવાન લભતે લાભઃ
અને સંશયાત્મા વિનશ્યન્તીની
સાદી-
સારી
સમજ બદલ ધન્યવાદ
very nice…
શ્રદ્ધા સહારો છે.
શ્રદ્ધા સર્જનની જનેતા છે.
શ્રદ્ધા વિનાનો માનવી પામર છે.
TO LIVE THE TIME OF LIFE NEED FAITH AND BLESSINGS.
શ્રદ્ધામાં શંકાને સ્થાન નથી.
ખુબબબબબબબ જ સરસ
very nice & very true…….!!
your blog .. and you are working hard !!
posting good literature..keep it up.