જે આદરના અધિકારી છે. માતા પિતા
જેને આદરની પરવા નથી. કૂતરા- બિલાડા
જે હરપળે વિંધાય છે. હ્રદય
જેને વિંધવું શક્ય નથી. શબ
જે આવે છે તે જવા માટે. યુવાની
જે આવે છે આહિસ્તા આહિસ્તા. ઘડપણ
જે શરીરનું આભૂષણ છે. મૌન
જે ઘણીવાર વ્યર્થ છે. વાણી
જેના પર સંયમ આવશ્યક છે. જીભ
જે સ્વતંત્ર અને દૃઢ છે. સદવિચાર
જે કાપવા જેવું છે તે વધારે છે. નખ
જે વધારવું જોઈએ તે કાપે છે. વાળ
જે સહુથી ઊંચી છે. પ્રેમ સગાઈ
જે જગમાં નીંદનીય છે. તિરસ્કાર
જે કાજલ કરતાં કાળું છે. કલંક
જે પાણી કરતાં પતળું છે. જ્ઞાન
જે શસ્ત્ર કરતાં પણ કાતિલ છે. કટુવાણી
જે મલમ કરતાં મુલાયમ છે. મધુર શબ્દ
જે ભૂમીથી ભારી છે. ક્રોધ
જે સહુને આકર્ષે છે. સ્મિત
જે કરવાથી બંને પક્ષ પાપના ભાગીદાર છે. નિંદા
જે બંને પક્ષ માટે લાભદાયી છે. પ્રશંશા
જેના વડે હાથ શોભે છે. દાન
જે હરહંમેશ આવકાર્ય છે. પ્રેમ
જેની પ્રેમ નિતરતી આંખો છે, માતા
જે મૌન દ્વારા પ્રેમ રેલાવે છે. પિતા
જે નિરંતર સ્મરણીય છે. પ્રભુનામ
જે હંમેશ કરવો આવશ્યક છે. સત્સંગ
“૪૨” વર્ષોનો અર્ક .
very nice.
કહે છે કે ૪૨ વર્ષે બેતાલા આવે ત્યારે આ આંતર ચક્ષુ ખોલે તેવું વાંચી આનંદ
42 varsh no ark vadhare saaru title banate
saras anubhav vani..pravinaben
આંતર ચક્ષુ ખોલે.
જે હંમેશ આવકાર્ય છે.
LET US LIVE WITH THIS WISDOM.
જે શરીરનું આભૂષણ છે. મૌન
જે ઘણીવાર વ્યર્થ છે. વાણી…
જે હરહંમેશ આવકાર્ય છે. પ્રેમ…
જેની પ્રેમ નિતરતી આંખો છે, માતા
જે મૌન દ્વારા પ્રેમ રેલાવે છે. પિતા
જે નિરંતર સ્મરણીય છે. પ્રભુનામ
જે હંમેશ કરવો આવશ્યક છે. સત્સંગ
ખુબ સરસ
આપનાં અનુભવ થી અમને જિંદગી જીવવાં માટેનીં જાણકારી મલે છેં
અજાણતા આપ બધા લોકો જીવન જીવવા ની દ્રષ્ટી બદલાવી નાંખો છોં,,
અમે જોવા લાગીયે કે અમે આમાં થી ક્યાં ભુલ કરીયે છીયે..અને અમારે ક્યાં સુધારો કરવાનોં છેં…
ખુબ ખુબ આભાર…
[...] શું અપનાવશો ? [...]
દરેક વ્યક્તિએ પોતાના જીવનનું સરવૈયુ કાઢતુ રહેવું જોઇએ..અમુક સમયના અંતરાલે…એવું નથી લાગતુ?
જીવનરૂપી વલોણાને વલોવી અનુભવનું નવનીત સરસ કાઢયું.
very nice
જેના પર સૌથી વધારે ભરોસો રખાય તે?
પ્રભુ અને વૈશ્વિક વાતોમાં સખી.
જોકે આજકાલની સીરીયલ પ્રમાણે સખી જ ઘર ભાંગતી હોય છે!!!!!!!!!!!!