બર્ફીલી હોળી
March 21, 2008 by pravinash1
હિમાછાદીત શિખરો શું જાણે હોળીના રંગ ગુલાલ
હોળી તો વ્રજવાસી ખેલે ખેલે નંદનો લાલ
હોળી આવી રે
નંદનો લાલ નટખટ ન જાણે બર્ફીલા રંગ ઢંગ
રંગબેરંગી રંગો ઉડાડે ખેલે વ્રજની નાર
હોળી આવી રે
સૂર્યોદય થાયને કિરણો પિગળાવે બરફના ઢંગ
અબીલ ગુલાલ ને ભરી પિચકારી ભિંજવે અંગ અંગ
હોળી આવી રે
મેઘધનુને મિલાવી ભાળો શ્વેત શુભ્ર રંગ
જીવનમાં રંગોની મેળવણી ઉભરે નિત્ય ઉમંગ
હોળી આવી રે
હિમાલયની ગોદ જેવા ” સોલ્ટલેકી સીટી” ને
જોઈ હોળી સાથે હિમની મિલાવટ
વાહ્
હિમાલયની ગોદ જેવા ” સોલ્ટલેકી સીટી” ને
જોઈ હોળી સાથે હિમની મિલાવટ
આ નવી કલ્પના બદલ ધન્યવાદ
અમારું વાતાવરણ પણ આવું જ છે!
વાહ , હોળીની આ નવી કલ્પના ગમી.
અમારે ત્યાં ડલાસમાં ક્વચીત જ સ્નો પડે ત્યારે બધા સ્નોમાં અને સ્નોથી રમવા બહાર નીકળી જાય.
અત્યારે સોલ્ટ લેક ગયા લાગો છો. એમ કહે છે કે, એમાં તરતાં ન આવડતું હોય તો પણ તરી જવાય !
મેં સોલ્ટ સીટી જોઈ નથી પણ તમારા કાવ્ય દ્વારા કલ્પના કરી શકું છું.
કાશ હુ પણ ત્યાં હોત તો આપણે બહુ હોળી રમત..
હીમ નો કલર બદલાવી નાખત…
wooow……
i heard about white christmas…….
and here we have,
white holi …….
yees
jya jya vase gujarati
tya sadakal gujarat ……!!