શામાટે વેદનો અભ્યાસ————–
March 27, 2008 by pravinash1
વેદ આપણા જ્ઞાનમાં વૃધ્ધિ કરે છે. આપણે કોણ છીએ તેનૉ પ્રતીતિ કરાવે છે. તેના અભ્યાસથી અંતરમા શાંતિ અને આનંદ પ્રવર્તે છે. વેદાંતના પઠનથી જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે. વેદનો અભ્યાસ સફળતા અને પ્રગતિને પંથે પ્રયાણ કરાવે છે. એ બંનેના સમન્વયથી આપણી ભૌતિક અને આધ્યાત્મિક ભૂખ સંતોષાય છે.
વેદાંતનો અભ્યાસ એટલે પધ્ધતિસર જીવન જીવવાનો સફળ પ્રયાસ. “હું” કોણ? એ પ્રશ્નનો ઉત્તર વેદાંત આપે છે. વેદે તેની છણાવટ કરી આપણી સમક્ષ પૂરાવા સાથે દર્શાવ્યું છે. સુખ , શાંતિ અને આનંદના ત્રિવેણી સંગમમા વેદ આપણને સ્નાન કરાવી શુધ્ધ બનાવે છે. વેદ વિચારોને પ્રેરે છે. પોતાની જાતનું પૃથક્કરણ કરી તેને જાણવી અને શુધ્ધ કરવામા વેદનો અભ્યાસ સહાય
કરે છે. વેદા વૈજ્ઞાનિક પધ્ધતિથી આપણને ધર્મ વિષે ઉંડુ જ્ઞાન આપે છે. ’વેદ’ની સાર્થકતા ખુદ વેદ છે. વેદનો અભ્યાસ જીવન જીવવા માટે અતિ આવશ્યક છે.
વેદ અને શાસ્ત્રનો ઉંડો અભ્યાસ કદાચ કંટાળા જનક લાગે. કિંતુ વેદનો સારાંશ ‘વેદાંત’ સંક્ષિપ્તમાં ખૂબ ચીવટથી આપણને સમજાવવામા સફળ થયું છે. ઝીણવટ પૂર્વકનું તેનું અવલોકન જીવન જીવવાનો રાહ બતાવે છે.િ ચાર કરવો, પણ કઈ રીતે , કઈ દિશામા તે માર્ગદર્શન વેદાંત પૂરુ પાડે છે. એ એક કળા છે. પાયા વગરના ઉપદેશ અને સિધ્ધાંતો પામેલ માનવી દિશા ભૂલી જ્યાં ત્યાં ગોથા ખાય છે.
આજે આટલું બસ. તમારા અભિપ્રાય મોકલશો.
હવે પછી કાલે મળીશું———-
veવેદ અંગે ખૂબ સુંદર વાત.
આ જ શૈલીમાં લેખમાળા ચાલુ રાખશો
ધન્યવાદ-નાનો શબ્દ લાગે છે
‘TULSIDAL ‘LOVE TO PUT THIS WHAT YOU HAVE PUBLISHED TO DAY WITH YOUR O.K.
http://www.bpaindia.org
http://www.yogaeast.net
[...] શામાટે વેદનો અભ્યાસ————– [...]
Good one..
I wish you Please keep your discussion with broader out look as all relegion has one important message and that is how to find your eternal self
Have you visted
http://mohmadparmar.gujaratisahityasarita.org/
It answers lots of questions of Adhyatmik Q & A
સાચ્ચુ કહુ, મને બિલ્કુલ જ ખબર નથી વેદ નાં બારામાં…
હા તમે જણાવશો તો હુ જરુર થી સીખીશ…..
સીખડાવશો મને?????
સુખ નહી, આંનદ નહી ..પણ હા શાંતિ ની હુ બહુ શોધ માં છુ…
કે જે બહુ ફાંફાં મારુ છુ ,પણ નથી મલતી..
કદાચ વેદ નાં જ્ઞાન થી મલી જાય…
Please continue writing on this subject. Will appreciate it very much if you could select a couple of shlokas at a time from the any of the Vedas, and share your thoughts about them. Likewise from the Bhagvad Gita.
Your writings are a rejuvenating oasis of reflective thinking as we dash through our otherwise hectic lives. Please do continue to share your thoughts.
Regards,
samir
yes, very true. વેદ માં અસંખ્ય માહિતિ નો સંગમ છે. પણ વેદ વાંચવા કે વેદ ની ભાષા સમજવી એ ખુબ મહેનત માંગી લે તેવું કામ છે. ધ્યાન, ટેલીપથી, દિવ્ય શક્તિ દ્વારા રોગ મુક્તિ..વગેરે ,, જેવી વિદ્યાના પણ ઢગલાબંધ રહસ્યો વેદ નાં ખજાના માં છે. અહી વેદ વિષે માહિતી આપી આપ ખુબ જ સરસ કાર્ય કરો છો.
સાવ સાચ્ચી વાત છે. ભલે વેદની વાત કંટાળાજનક છે પણ સમજવા જેવી છે.