વેદ———–
March 30, 2008 by pravinash1
વેદની ઉક્તિ પ્રમાણે બહાર ફાંફા મારતો માનવી જો પોતાની દ્રષ્ટિ
અંતરમા ઠેરવે તો શાંતિ અને આનંદ બંને પ્રાપ્ત કરી શકશે. આ મેળવવાના
ત્રણ રસ્તા છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસન. સ્વાર્થવગર અભ્યાસ દ્વારા
કરેલું કોઇ પણ કાર્ય સફળતાને વરે છે. મારું અને મનેની ભાવના તેમાં
આડખીલી બને છે. સમગ્ર વિશ્વ ‘મારું’ ના અસાધ્ય રોગથી પિડાય છે. જેથી
આસક્તિ વધે છે. માયામા આળોટે છે.
ત્યાગીને ભોગવો એ વેદનો સંદેશ આપણા બધિર કાન પર અથડાઈને
પાછો વળે છે. આસક્તિએ સર્વ દોષોનું મૂળ છે. જ્યારે વાસના અને ઈચ્છા
બુધ્ધિના અગ્નિમાં બળી પ્રજ્વલિત થાય છે. ત્યારે સાચુ જ્ઞાન પ્રાપ્ત થાય છે.
વેદ શિખવે છે પધ્ધતિસરની જીવન જીવવાની કળા. જેના અભ્યાસથી ભૌતિક
સમૃધ્ધિ પ્રાપ્ત થાય છે. મનના તરંગો પર નિયંત્રણ કરવાની ક્ષમતા ધરાવે
છે. શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે. ચિંતામાંથી ચિત્તને કેમ વાળવું તે દર્શાવે
છે. જીવનમા શેને પ્રાધાન્ય આપવુ તે શિખવે છે. સુખ , શાંતિ અને આનંદ
ભિતર છે તે ચિત્ર સ્પષ્ટ પણે આપણી સમક્ષ રજૂ કરે છે. વેદ એ ઋષિ મુનિઓની
તપસ્યાનું ફળ છે એ યાદ રહે.
અનાદિકાળથી ઋષિઓએ તપસ્યા દ્વારા તેનો ગુઢ અર્થ આપણી સમક્ષ પેશ
કર્યો છે. વેદના અભાસથી જીવનમા સ્ત્યતા, સાત્વિકતા અને ઉત્કૃષ્ટતાની પ્રાપ્તિ
થાય છે. મનુષ્યમા છુપાયેલી દૈવીશક્તિ પ્રદર્શિત થાય છે. સ્વામી રામતિર્થ કહે
છે વેદના અભ્યાસથી કુદરતમા છુપાયેલ ગુઢ સંદેશ સંભળાય છે. જે ગલીઓમા
ઝાડપાનમા , પવનના સુસવાટામા અને જીવતી જાગતી અનેક વ્યક્તિઓ તથા
પ્રાણીઓના ધબકારામા છડી પુકારતી સંભળાય છે.
વધુ કાલે—————-
બસ આપનાં આ વેદ નાં કરાવેલા અભ્યાસ ને ૪ વારા વાંચું છુ ત્યારે મગજ માં બેસે છે…
એટલુ મન અને મગજ અશાંત છે..પણ શાંતી મલશે એવી કિરણ દેખાઈ રહી છે…
નીરુ મા હતા ત્યારે થોડુ મન શાંત રહેતુ હતુ..પણ પછી બહારથી કાંઇક અલગ અને અંદર થી કાંઇક અલગ જિંદગી જીવતા હોઈયે એવુ ખબર પડે છે પણ રસ્તો નહોતો દેખાતો….પણ હવે પાછુ કદાચ કેડી મલી રહેશે એવુ લાગે છે..
અને હા હજી એક વાત comm. આપવામાં કદાચ મોડુ થાય તો એમ ન વિચારતા કે વાંચ્યુ નથી..પણ જરા મન અને મગજ માં બેસતા વાર લાગે એટલે સમજાય પછી લખુ છું,
લખતા રહેશો plsssss બંધ ન કરતા…
very nice.
very interasting,
સાદી ભાષામાં વેદ જેવા અઘરા વિષયની સરસ સમજ-
બુધ્ધિ અંગે થોડું વિગતવાર સમજીએ તે જરુરી છે.માયાવી બુધ્ધિ પતન કરાવે છે જ્યારે તે સ્થિર થાય છે ત્યારે વાસના અને ઈચ્છા બુધ્ધિના અગ્નિમાં બળી પ્રજ્વલિત થાય છે. ત્યારે સાચુ જ્ઞાન પ્રાપ્ત થાય છે