પૈસા————-
April 17, 2008 by pravinash1
શું પૈસો સર્વસ્વ છે?
માણસની કોઈ કિમત નથી.
કોણ કેટલા પૈસા સાથે લઈને આવ્યું છે?
કોણ કેટલા પૈસા સાથે લઈને જવાનું છે.
ખાલી હાથે આવ્યા.
ખાલી હાથે જવાના.
કદી ઝભલાને ખીસુ ભાળ્યું છે?
કફનને કેટલા ખીસા હોય છે?
જવાબ મળે તો મને જરૂરથી જણાવજો.
I am looking for an answer…Answer does not have any question!!
વાંચી યાદ આવ્યું-
ખતમ કરી દો પૈસાનું રાજ
ખતમ કરી નાખો પૈસાને
કાઢી મૂકો એને જીવનમાંથી બહાર.
પૈસો છે વિકૃત વૃત્તિ
ને છે છૂપા દુશ્મન જેવું તત્ત્વ
સડી જાય છે જેનાથી
ચિત્ત,લોહી,હાડકાં,જઠર અને આત્મા
સમાજના વ્યવહારનો
આજે છે તેનાથી જુદો
સ્થાપો નવો મૂલાધાર
કરીને દૃઢ નિર્ધાર
હોવી જોઇએ પરસ્પર વિશ્વાસમાં શ્રદ્ધા
અને સાદા જીવન માટેની નમ્ર ઇચ્છા
દરેક માણસને મળવા જોઇએ વિના મૂલ્યે
ઘર, ખોરાક અને ઉષ્મા
મળે છે જેમ પક્ષીને…
અને
કફનને કેટલા ખીસા હોય છે?
કોઈને કદાચ હોય પણ
રખે સાબિત કરે મરનારનાં એ કામ કાળાંને,
જગત એથી જ કોઈને નથી દેતું કફન કાળાં.
અને
ખાલી હાથે જવાના- વાંચી આ શેર યાદ આવ્યો
જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે,
જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે !
ફક્ત જીતવી નથી મારે તો રચવી છે નવી દુનિયા,
કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી !
હું સિકંદર નથી કે ખાલી હાથ જઈશ
જઈશ તો તમારી યાદ લઈને જઈશ