દરેક બાળકને જીવનના તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. માત્ર
એકજ રસ્તો એવો છે કે જો ત્યાં વળી જાય તો બુઢાપામાંથી બચી જાય.
અને એ જગજાહેર માર્ગ છે મૃત્યુનો.
બુઢાપો તેની સાથે ઘણી ઘણી વસ્તુઓ લઈને આવે છે. માન ન માન
મૈં તેરા મહેમાન. આંખે ઝાંખપ, કાન કાનપુર, કેડે ચસકો ને ચાલ ડગમગ.
ખેર, આનાથી તો છૂટકો ન થાય. કિંતુ સાથે લાવે છે, ડહાપણ, કોઠાસૂઝ,
વિવેક, અનુભવ અને બીજા અગણિત ગુણો. સુંદર સંસ્કારી કુટુંબ તો તેના
મીઠા મીઠા ફળ છે.
એક વસ્તુ જે મને હૈયા સોંસરવી ઉતરી ગઈ તે આ ખાનગી વાત છે.
જો જો જહેરમા તેની ચર્ચા કરશો નહી. ‘બુઢાપા સાથે ગરીબી ન હોવી
જોઈએ.’ હવે એ તો કોઈના હાથની વાત નથી. આખી જીંદગી મહેનત કરી
કુટુંબ અને સંસારની ગાડી ચલાવી તેનું શુભ પરિણામ આવ્યું.
ખેર , ગરીબીની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે. જો સંતોષ ધન આવે
તો ભલભલા કુબેર ની વિસાત નથી. જો જીવન જરૂરિયાત પર નિયંત્રણ હોય
તો માણસ અંત કાળે ખૂબ ધનિક છે. વાચા અને વર્તન નિર્લેપ હોય, સંસાર
અસાર છે અને ત્યાગ તરફ વળે તો ધન એ શું ચીઝ છે. બાકી બાપ કરતા
બેટા સવાય એ ઉક્તિ પ્રમાણે બાળકો માબાપ કરતા ચડિયાતા એ તો ગૌરવ
અનુભવવા જેવી વાત છે.બાકી તો સહુને વિદિત છે.
પીપળ પાન ખરંતા હસતી કુંપળિયા
મુજ વીતી તુજ વિતશે ધીરી બાપલિયા
બાપ કરતા બેટા સવાયા, એ ઉક્તિ અનુસાર બાપા બેટા કરતા તો પૈસે
ટકે બેટા કરતા તો પાછળજ રહેવાના. એ તો કોઈ પણ માતા પિતા માટે ખૂબ
ગૌરવની વાત છે. માબાપે જ્યારે પોતાના તન, મન અને ધન ખર્ચ્યા હશે
ત્યારે બળક પોતાની મહેનત અને ઈશ્વરની કૃપાથી આજે તેણે આ સ્થાન પ્રાપ્ત
કર્યું હશે. મારું માનજો કોઈ પણ બાળક આ વાત ભૂલતું નથી. હા , આજુબાજુનું
વાતાવરણ તેને ગમે તેટલા ધમપછાડા કરી બદલાવવા માગે તો તે સઘળા
પ્રયત્નો નિષ્ફળ નિવડે છે.
બાકી બુઢાપામા બાળક દિકરો હોય કે દિકરી માબાપને સમાન પ્રેમ કરે છે.
હા, પ્રેમનું પ્રદર્શન અલગ તરી આવે એ સ્વાભાવિક છે. તે હું દાવા સાથે કહી
શકું. પછી તે ભારતમા હોય કે અમેરિકામા કોઈ તફાવત નથી. બાકી બુઢાપો
જો આવે તો તેને કેમ દિપાવવો તેની તૈયારી પહેલો સફેદ વાળ દેખાય ત્યારથી
કરવો તે કહેવું અતિશયોક્તિ ભરેલું નથી. એવું મારું માનવું છે,બાકીતો———
thank you for posting this artilce..
વૃદ્ધાવસ્થા માટેના કેટલાંક સરસ અવતરણોની એક પુસ્તિકા છે. ગોલ્ડન યર્સ, ‘ગોલ્ડન વર્ડઝ’ એ પુસ્તિકામાં આવી વાતો છે. અમેરિકાના અર્થશાસ્ત્રી બર્નાડ બરૂચ કહે છે કે, ‘મારા માટે બુઢાપો એટલે હું જે ઉંમરનો છું, એનાથી ૧પ્ા વષ્ાર્ વધારે’ અને આ બધા કરતાં એક મસ્ત કવોટ વિકટર હ્યુગોનું છે. તે કહે છે કે, ‘૪૦ વષ્ાર્ એ યુવાનીનો બુઢાપો છે, ૫૦ વષ્ાર્ એ બુઢાપાની યુવાની છે.’ ઓકે, ઘણાં બધાં અવતરણો મળી શકે, ઉદાહરણો પણ મળી શકે. નવલકથાકાર એચ.જી. વેલ્સની ૭૦મી વષ્ાર્ગાંઠ જવાઇ, ત્યારે પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે, ૭૦મા વર્ષ્ોમારું બહુમાન થયું એટલે માની ન લેશો કે હું આશ્રમમાં માળા ફેરવતો બેસી રહીશ, હજી પણ જરૂર પડયે મારી કલમનો દંડો લઇને જગત સામે લડવા હું તૈયાર છું. ધેટ્સ ધ સ્પિરિટ… સેકન્ડ ઇનિંગ પણ રસપ્રદ અને રમખાણભર્યા બેટિંગવાળી બની જ શકે છે અને અમિતાભ બરચન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અલબત્ત, અમિતાભ બરચન પણ દરેકને ગમે છે, તેવું નથી. આ ઉંમરે જેકેટ અને જીન્સ અને ડાન્સ કેવા લાગે ? એક મત એવો છે કે, દરેક ક્ષેત્રમાં નિવૃત્તિની ચોક્કસ સીમા હોવી જોઇએ. માણસે અમુક હદે બધું છોડવું જોઇએ. ફાઇન, પણ છોડવું, છૂટવું કે જાળવી રાખવાનું માણસના હાથમાં નથી હોતું, તેનો અનુભવ લગભગ દરેક વ્યકિતને હોય છે. પ્રવૃત્તિ હોય કે સંબંધ, મુકિતની મજાની વાત એ છે કે, તેની ઇરછા આપણને હોય છે પરંતુ તે મોટે ભાગે હોય છે બીજાના હાથમાં. વચલો રસ્તો એ છે કે, પહેલી કે બીજી ઇનિંગ એવા ભાગ જિંદગીમાં ન પડે. સફળતા ન મળવી અલગ વસ્તુ છે, પરંતુ હજી તો આખી જિંદગી પડી છે, પછી કામ કરી લેશું, અત્યારે મજા કરીએ એવો અભિગમ પણ યોગ્ય નથી. કારણ કે, કલાપી કે રાવજી પટેલ કે સ્વામી વિવેકાનંદની જિંદગીની ઈનિંગ બહુ ટૂંકી હતી, કયારે તે પૂરી થઇ જાય છે તેનો ખ્યાલ કોઇને હોતો નથી. આવકાર્ય એ જ છે કે સજજ થઇને મેદાનમાં તરવું અને જે બોલ જે રીતે આવે તેને ફેઇસ કરવો, બાકી વૃદ્ધાવસ્થાની વાતમાં તો બરચનને જ અનુસરવાનું, ચીની કમ પિકચર જોવાનું, ડાયલોગ સાંભળવાનો કે વૃદ્ધાવસ્થાને સફેદ દાઢી અને સફેદ વાળ સાથે સંબંધ નથી, તે તો માનસિક અવસ્થા પર નિર્ભર છે.