સામાગ્રીઃ
અડધા ગેલનના દુધને ફાડી પનીર બનાવવું.
અથવા
૪૦૦ ગ્રામ પનીર તૈયાર. ૨ મોટા ટામેટા
૪ કાંદા મીઠું સ્વાદ પ્રમાણે
૨ ગાજર ૩ રીંગ પાઈનેપલ
૫ મરચા લીલા ૧૦ લાલ દરlખ
૨” આદુનો ટુકડો ૨૦ દાણા શીંગનો ભૂક્કો
૮ કળી લસણની ઝીણી કાપેલી કોથમરી
૩ ટેબલ સ્પુન તેલ
બનાવવાની રીત
પનીર છુટ્ટુ રાખવુ. કાંદા ઝીણા કાપી તેલમા સાંતળવા.
ટામેટા ઝીણા કાપી થોડી વાર પછી કાંદા સાથે સાંતળવા.
બંનેને સાથે થડીવાર સાંતળી અંદર છીણેલુ ગાજર નાખવું.
આદુ, મરચા અને લસણની વાટી એક પછી એક તેમા નાખવા.
પછી તેમા સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવવુ. પનીર ઉમેરી,
હલાવી.એક બેકીંગ ડીશમાં થોડુ તેલ યા ‘પેમ’ છાંટી પાથરી
દેવુ, અંદર પાઈનેપલની રીંગ ગોઠવી ૧૫ મિનિટ ૩૫૦ % પર
બેક કરી લેવુ.
પિરસતી વખતે ઉપર શીંગનો અધકચરો વાટેલો ભુકો
અને કોથમરી ભભરાવવા.
ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાગશે.
બનાવો ત્યારે મને યાદ જરૂર કરજો.