કોણ ઈમાનદાર?
May 1, 2008 by pravinash1
નક્કી કરજો. જ્યારે મચ્છર કરડે છે ત્યારે આપણા કાન પાસે
ગુનગુન કરે છે. માનવ ઉંઘમા પણ હોય તો તેને ઉડાડી શકે
છે. પછી જો તમે ન ચેતો ત્યારે એ તમને કરડવાની હિંમત
દાખવે છે.
માનવ પહેલા દોસ્તીનો હાથ બઢાવે છે. જ્યારે હાથ થામી
ભાઈબંધી બાંધે બાદ ક્યારે પેટમા પેસી પગ પહોળા કરે છે તે
ખબર પણ પડવા દેતો નથી.
સજ્જન માનવી એક વખત નાતો બાંધે પછી સમયની
ગતિ તેમજ દિશા બદલાય પણ સાથ છોડતો નથી યા કદી
ગદ્દારી કરતો નથી.
તેથી જ તો કહેવાયું છે કે મૂરખ મિત્ર કરતા દાનો
દુશ્મન સારો.
મચ્છરનું સરસ ઉદાહરણ.
ફક્ત માદા મચ્છર લોહી ચૂસવા કરડે છે. લોહી દ્વારા તેણી પ્રોટીન અને લોહતત્વ (આયર્ન) મેળવે છે જે ઈંડા મૂકવા માટે જરુરી છે. એમ હું નહી વિકિનો આ લેખ કહે છે! http://en.wikipedia.org/wiki/Mosquito