દિલમા દિમાગમા બદનમા દર્દ તો દર્દ છે
સવારના સાજે મધરાતે દર્દ તો દર્દ છે
દિલમા ફેલાવે દિવાનગી દર્દ તો દર્દ છે
દિમાગે વ્યાપેલ અણકહ્યું દર્દ તો દર્દ છે
વદને નિતરતી નારાજગી દર્દ તો દર્દ છે
વહાલાના હોય અસહ્ય દર્દ તો દર્દ છે
“ગીતા” બનાવે સહ્ય દર્દ તો દર્દ છે
જીવતરની સગે જોડાયું દર્દ તો દર્દ છે
હસતે મુખે જીરવાયું દર્દ તો દર્દ છે
સર્વે દર્દની દવા ચંપી,પપ્પી, યા કુપ્પી
કુપ્પી = શરાબ
sસારી રચના
આવા શેરોની યાદ આપી
ના, એવું દર્દ હોય મોહબ્બત સિવાય ના
સોચો તો લાખ સૂઝે-કરો તો ઉપાય ના
હજાર દર્દની એક જ દવા છે અવગણના,
જખમ રૂઝાય રહ્યા છે ને સારવાર નથી.
તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ
મુજને પડી દરદની તને સારવારની.
ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો,
પીડા જ રામબાણ હતી કોણ માનશે ?
હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.
તમે મુંબઈ આવીને મારે ત્યાં નહી આવો તો મારા દિલમાં દર્દ તો દર્દ છે.