આ ટાણે કોણ ?
May 5, 2008 by pravinash1
બારણે ટકોરા પડ્યા આ ટાણે કોણ ?
ન કાગળ ન પત્તર આ ટાણે કોણ ?
વહેલી પરોઢ થઈ આ ટાણે કોણ ?
હ્રદયામા ફાળ પડી આ ટાણે કોણ ?
દિલ ધક ધક કરે આ ટાણે કોણ ?
શંકા કુશંકા ઉભરે આ ટાણે કોણ ?
પાનીએ પાણી નિતરે આ ટાણે કોણ ?
હથેલીએ ખુજલી ઉઠે આ ટાણે કોણ ?
કાંગરે કાગ બોલે આ ટાણે કોણ ?
મનનો માનેલ મિતવા બારણું ખોલ.
પાનીએ પાણી નિતરે આ ટાણે કોણ ?
વાહ ખુબ સરસ
સરસ અભિવ્યક્તી
કાંગરે કાગ બોલે આ ટાણે કોણ ?
મનનો માનેલ મિતવા બારણું ખોલ.
યાદ આવી
ઘણા દિવસ પછી બારીએ કાગડો આવ્યો,
ને કહી ગયો કે હવે કોઈ આવનાર નથી.
બ્યાકુલ જિયરા બ્યાકુલ નૈના
એક એક ચુપ મેં સૌ સૌ બૈના
રહ ગયે આઁસૂ લુટ ગયે રાત
મિતવા મિતવા મિતવા
સરસ ઉર્મિસભર રચના… કાવ્ય-સ્વરૂપ ન પકડાયું…
કાંગરે કાગ બોલે આ ટાણે કોણ ?
મનનો માનેલ મિતવા બારણું ખોલ.
કાગ બોલે. એવા ટાણે..અને મન- મિતવા એ ઓળાખી ના શકે.. બારણું ના ખોલે..સમય ને ન પારખે… એ સમય ફરી ન આવે.. એવું પણ બને !!
કાવ્ય બહુંજ સહજ-સરળ ભાવમાં ..ઊંડી અભિવ્યક્તિ સાથે રજૂ થયું છે..અભિનંદન..
વાહ કાંઇક અલગ જ છે આ તો..ખુબ સરસ
પ્રવિણાબેન,
હું આવુંને ત્યારે એમ ન કહેતા કે આ ટાણે કોણ?
બાકી કવિતા મઝાની છે.