દિલમા સંઘર્યો ફોટો
May 16, 2008 by pravinash1
કુદરતનો એ કોપ કહો યા કહો તેને ખોફ
એકજ વાત કહું તેની અદાનો અનોખો રોફ
એકજ વાત કહું તેની અદાનો અનોખો રોફ
ધગતો લાવા ઉદરે ને સંગે ચાંદી સોના
ખૂબ હરખે ત્યારે ઉપજે માંહેથી હીરા પન્ના
ખૂબ હરખે ત્યારે ઉપજે માંહેથી હીરા પન્ના
નાના નાના ભૂલકાંને નિર્દોષ વૃધ્ધ અનાથ
ભરજુવાનીમાં બિછડ્યા જનો રૂએ દીનાનાથ
ભરજુવાનીમાં બિછડ્યા જનો રૂએ દીનાનાથ
ચિત્કાર પાડતા કકળે કાને સુણાયે ભણકાર
લાશોના ઢેર ખડકાયા ને વ્યાપ્યો સુનકાર
લાશોના ઢેર ખડકાયા ને વ્યાપ્યો સુનકાર
સજીવ નિર્જીવ મિલકત ઈમારતોનો ખંડેર
ચોતરફ ફેલાયો શિવના તાંડવનો કાળો કેર
ચોતરફ ફેલાયો શિવના તાંડવનો કાળો કેર
શું વાંક હતો શું ગુન્હો હતો શાની હતી સજા
આંસુની નદીઓના પૂર મોજાએ મૂકી માઝા
આંસુની નદીઓના પૂર મોજાએ મૂકી માઝા
ધરતી પરના અત્યાચાર પાપનો ઘડો ફૂટ્યો
સર્જનહાર શું આ દૃશ્યનો દિલમાં સંઘર્યો ફોટો
સર્જનહાર શું આ દૃશ્યનો દિલમાં સંઘર્યો ફોટો
- Earthquake in China
સાચી બીહામણી પરિસ્થિતીના ચિતાર સાથે
પૂજી પ્રકૃતિ સૂરજ જલધિ,ગાયાં કવન મન ભાવન સાદે
અહિંસા આદર સત્કાર પિછાણ્યા,જીવન મહેક્યું માનવતાએ
જેવો આશાવાદ ઉમેરીએ તો?
શું વાંક હતો શું ગુન્હો હતો શાની હતી સજા
આંસુની નદીઓના પૂર મોજાએ મૂકી માઝ
ઇશ્વરને પુછવા જેવો સવાલ
કુદરતનો એ કોપ કહો યા કહો તેને ખોફ
એકજ વાત કહું તેની અદાનો અનોખો રોફ
ઇશ્વરની લીલા અકળ છે… કોઈ જાને ના…
શું વાંક હતો શું ગુન્હો હતો શાની હતી સજા
આંસુની નદીઓના પૂર મોજાએ મૂકી માઝા..
Even nature doe not have their own control!!..
F
શું વાંક હતો શું ગુન્હો હતો શાની હતી સજા
આંસુની નદીઓના પૂર મોજાએ મૂકી માઝા
સાચ્ચે જ 26th jan નો ભુંકપ અને સુનામી ની યાદ આવી ગઈ..
શું હાહાકાર થઈ ગયો હત્તો દુનીયા આખી માં..
મને એનો જવાબ હજી નથી મલતો કે આટલા લોકો સાથે મૌત ને શરણ થાય તો શું આટલા લોકો એ સાથે કોઇ એવુ પાપ કર્યુ હશે કે જેનાથી સાથે મરણ પામે..કોઇ પાસે આનો જવાબ હોય તો ચોક્કસ મને સમજાવે….