લેખક અને કવિઓનો વાર્તાલાપ ચાલી રહ્યો હતો.
ખૂબ સુંદર માહોલ હતો.
એક બહુ વિદ્વાન કવિ મિત્રની ઓળખવિધિ ચાલી રહી હતી.
તેમના લંગોટિયા મિત્ર બોલ્યા. ચાલો હવે આપણે સાંભળીશું
આપણા વિદ્વાન અને અનુભવી લેખક “કામદાર”ની ઝલક
ભરી રસમય કવિતાઓ. તેમની શી ઓળખાણ આપું.તેઓ
કારખાનું છે .’કવિતાનું.’
હા તેમા થોડી અતિશયોક્તિ હશે? પણ મારાથી ન રહેવાયું.
ધીરે રહી ને કહ્યું , હા ‘એટલેજ મને હાથ વણાટનું ખાદી વધુ
ગમે . જેમા કલા અને વૈવિધ્યતા જણાય.
પૂજ્ય બાપુ એક વખત સાંજના સમયે રેંટિયા પર તેમનું
સૂતર કાંતી રહ્યા હતા. શાંત ચિત્તે કાંતતા તમના મનમા ઘણી
બધી આંટી ઉકેલાય. ભારત માતાને આઝાદી અપાવવી હતી.
એવામા બંગાળના સૂબાનો દિકરો મલવા આવ્યો. બાપુ,
પ્રણામ. થોડીવાર થઈ ,યુવાનથી રહેવાયું નહી. એને એમ કે
બાપુ તેની સાથે આશ્ચર્ય પામી વાતો એ વળગશે. ધાર્યો પ્રતિકાર
ન મળતાં ફરીથી કહે , બાપુ, હું બંગાળના સૂબાનો દિકરો.
બાપુ કહે, મહાદેવ આને ‘બે ખુરશી આપો.’ એ મોટો માણસ
છે.
આવી હતી આપણા પૂ. બાપુની મઝાક કરવાની આદત.
May 19, 2008 at 12:10 am
હસવાની મનાઈ-આ તો જુલ્મ કહેવાય!
યાદ આવી અમારા વેવાઈની વાત્-જેમને બ્રીટીશ સરકારે ગાંધીજી અંગે માહિતી મોકલવાનુ સોંપેલું.તેઓ જાય એટલે ગાંધીજી કહે તેમને નાસ્તો આપો.એક સ્વયંસેવક ભાઈ રસોડા તરફ જતા હતા ત્યારે જાણકારે જણાવ્યું કે આ તો સી.આઈ.ડી ઓફીસર છે તેમને હવે પછીના કાર્યક્રમની માહીતી આપો.
કેવી પારદર્શક વિચાર પધ્ધતી-
કેવી ગંમત સાથે ગંભીર વાતો ઉકેલવાની પધ્ધતી!
May 31, 2008 at 7:27 pm
વાહ ખુબ સરસ