યોગ સધના-૩
સૂત્રઃ ૬ પ્રમાણ-વિપર્યય-વિકલ્પ-નિદ્રા-સ્મૃતયઃ
प्रमाण-विपर्यय-विकल्प-निद्रा-स्मृतयः
પાંચ જાતના વિચાર ના તરંગ છે, સાચું જ્ઞાન,
ખોટું જ્ઞાન,(જડતા) વિકલ્પ, નિદ્રા અને યાદદાસ્ત.
વિચાર પોતે દુખદાયક આ સુખદાયક હોવા કરતા
તે જે સાથે તાણી લાવે છે તે હાની કરતા હોય છે. જેવું
કે અજ્ઞાન, બંધન યા તો બૂરી આદત.
સૂત્રઃ ૭ પ્રત્યક્ષાનુમાનાગમાઃ પ્રમાણાનિ
प्रत्यक्षानुमानागमाः प्रमाणानि.
જે સાચું જ્ઞાન છે તે જ્ઞાનેન્દ્રિય દ્વારા
મળે છે. ઓ તેમાં કોઈ ભેળસેળ યા
પૂર્વાગ્રહ ન ભળ્યા હોય તો. દાઃતઃ આપણા
વેદ, ઊપનિષદ, ગીતા, રામાયણ વિ. વિ.
સૂત્રઃ ૮ વિપર્યયો મિથ્યાજ્ઞાનમતદ્રૂપપ્રતિષ્ઠમ
विपर्ययो मिथ्याज्ञानमतद्रूपप्रतिष्ठम
જ્યારે ખોટા જ્ઞાનના પાયામાં વસ્તુ
પ્રત્યેનો અભિગમ તથા સ્વભાવ કારણ-
ભૂત હોયછે. દાઃતઃ અંધારામાં દોરડાને
સાપ માનવો.
સૂત્રઃ ૯ શબ્દજ્ઞાનુપાતી વસ્તુશૂન્યો વિકલ્પઃ
शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः
જ્યારે શબ્દ સ્થળ અને પ્રસંગ અનુચિત
ન હોવાસર વિકલ્પ પેદા થાય છે.
ઘણી વખત કહેનારના કહેવાનો અર્થ
સાંભળનાર પોતાની રીતે ઘટાવે છે.
ત્યારે વિકલ્પ ઉત્પન્ન થવાનો ભય રહેલો
હોય છે.
સૂત્રઃ ૧૦ અભાવ પ્રતિયયાલમ્બના વૃત્તિર્નિદ્રા
अभाव-प्रत्ययालम्बना वृत्तिर्निद्रा
નિદ્રા એ તો શૂન્યતા પૂર્ણ વિચારોની
હારમાળા છે. સ્વપ્ન વિનાની નિદ્રા
એ મનનો સુંદર અભિગમ છે. તેને
યોગની પરિસ્થિતિ સાથે ન સરખાવી
શકાય.
November 10, 2009 at 2:11 pm
સુંદર.-
પાતંજલ જેણે યોગ દ્વારા ચિતનો મળ દુર કર્યો,પાણિની વ્યાકરણનું ભાષ્ય લખી વાણીનો દોષ દૂર કર્યો તથા તેઓ આયુર્વેદના આચાર્ય પણ હતા અને શરીરનો મળ પણ દૂર કર્યો! આમ દરેક ક્ષેત્રે પ્રવીણ હતા
આ ગ્રંથ વૈજ્ઞાનિક છે.ફક્ત. શ્રધ્ધા કે લાગણીઓથી ભક્તિ જ કરી માનવાનું નથી.
સાધનપાદમાં તો તેમણે કહ્યા પ્રમાણે ચોક્કસ કરવાનું છે.
અથ યોગાનુશાશનમ્
અથ માંગલીક છે.અનુશાસન ખૂબ અગત્યનું છે.તે પાળવું જ પડે છે
નારદજી ભક્તિની વ્યાખ્યા કરે છે
બ્રહ્મ જીજ્ઞાસા…ફક્ત જાણી લીધું એટલે ….
ચિત જેમા સંસ્કારો છે જે ચૈતન્યને પ્રગટ કરે છે.તેની લહેરો તે ચિતવૃતિ…જેનો નિરોધ કરવાનો
એટલું જ નથી.એ તો દુષ્ટો પણ કરી શકે. એ ચિતની પાંચ ભૂમિ અંગે સાધારણ જાણ્યું…જે ખૂબ અગત્યનું છે જેને સમજ્યા વગર સાધના અશક્ય છે.
તે ભૂમિ શુધ્ધ કરવાની અત્યંત જરુરી.છે.
ત્યારે દ્રુષ્ટા થાય છે અને તે વૃતિઓથી અલગ થાય છે. જે જ્ઞાનયોગમાં વિવેકથી થાય છે.ત્યારે દ્રુષ્ટા તેના સ્વરુપમા સ્થિર થાય છે.(તર્કની ભાષામા દોષ ગણાય પણ) નવદ્વારમા રહેનાર પુરુષ દ્રુષ્ટાનો કોઈ દ્રુષ્ટા નથી તે સ્વીકારવું પડે.
. વૃતિઓ અંગે પણ જાણ્યુ
પ્રમાણ-વિપર્યય-વિકલ્પ-નિદ્રા-સ્મૃતયઃ અંગે સરસ વ્યાખ્યા કરી છે
આગમ પ્રમાણ એટલે વેદ વિ.નું જ્ઞાન વિ.
વિપર્યય મિથ્યા જ્ઞાન અંગે ‘રજ્વાંભુજંગં ઈવ’ સરસ દ્રુષ્ટાંત છે.
કલ્પના -શબ્દ જ્ઞાન અનુપાતિ વૃતિ.
અનુભૂત વિષય અસંપ્રમોશ -સ્મૃતિ
ગાઢ નિદ્રા..આભાવ પ્રત્યય આલંબન વૃતિ
આને જો વૃતિ ન માની એ તો સમાધી સમજવામા તકલીફ રહે