કળી જેવી એ સુંદર બાલિકા
પળભરમાં રોળાઈ ગઈ
મધુરી મુસકાન હોઠે બાલિકા
ક્ષણભરમાં વિલાઈ ગઈ
વાંક શું હતો કુમળી બાલિકા
ટુકડાઓમાં વહેંચાઈ ગઈ
માની મમતા, રડતી આંખો બાલિકા
હૈયાને હચમચાવી ગઈ
પાશવી કૃત્યનું આચરણ બાલિકા
મોતને શરમાવી ગઈ
છેલ્લા ચાર દિવસથી ટીવી પર આવતા ‘સમર”
વીષેના સમાચાર જોતાં પેન આ વ્યથા લખવાને
મજબૂર બની.
November 10, 2009 at 12:36 pm
છેલ્લા ચાર દિવસથી ટીવી પર આવતા ‘સમર”
વીષેના સમાચાર જોતાં પેન આ વ્યથા લખવાને
મજબૂર બની.? સભાનપણે આક્રોશ ઠાલવવો જ રહ્યો.આ ઘટનાઓની અંદર ઉતરીને ગંભીરતાથી વિચારીએ તો કેવી સ્ફોટક માહિતી જાણવા મળે ! બળાત્કારની કોઈપણ ઘટના અતિ સ્ફોટક જ હોય છે, પરંતુ આપણો પુરુષપ્રધાન સમાજ આવી ઘટનાઓને જેટલી ગંભીરતાથી લેવી જોઈએ એ રીતે લેતો નથી, એટલું જ નહીં પુરુષોનું આધિપત્ય, માલિકીપણાની ભાવના અને પાવર જળવાઈ રહે એવા પ્રયત્નો પણ સભાનપણે કરવામાં આવે છે. આપણું સામાજિક વાતાવરણ એવું છે કે પુરુષના ઉછેરમાં તેનું સામાજિકરણ જતું નથી, જ્યારે સ્ત્રીના ગળામાં નૈતિક બંધનોની માળા પહેરાવી તેને સશક્ત બનતી અટકાવવામાં આવે છે.