ક્યાં ચેન છે ?

sun sky
sun sky

          વિદાય લેતો સૂરજ આજે શું સંદેશો આપે છે

        આશા લઈને આવીશ પાછો એ  મારો કોલ છે

        ટાઢ તડકો કે વર્ષા મારો કદી ન રસ્તો રોકે છે

        માંદગી કે કંટાળો મુજને હરગીજ ન સતાવે છે

        રાત્રી અને દિવસ ની મોજ જગત માણે છે

        હાથીને મણ કીડીને કણ રોજ સવારે પામે છે

       હાડ માંસની કોટડી પુષ્ટ પોષણ મેળવે છે

      સારી સૃષ્ટિ ગરવાઈથી લહેરાઈને ઝુમે છે

     જેને દેખી બગિયાના હર ફુલ ખિલી ઉઠે છે

      દરિયો મુજને આંબવા ખાલી ઝાંઝા મારે છે

       વિરહની વેદના નથી ઘટ ઘટમાં પ્રેમ છે

        તમારા સહુના દર્શન વિના ક્યાં ચેન છે ?

One thought on “ક્યાં ચેન છે ?

  1. v
    જેને દેખી બગિયાના હર ફુલ ખિલી ઉઠે છે

    દરિયો મુજને આંબવા ખાલી ઝાંઝા મારે છે

    વિરહની વેદના નથી ઘટ ઘટમાં પ્રેમ છે

    તમારા સહુના દર્શન વિના ક્યાં ચેન છે ?
    સરસ પંક્તીઓ
    પણ સમાજમા હજુ
    વિરહની વેદનાને પ્રગલ્ભ રીતે મુકી આપે છે. અહીં વિરહની વેદના ભલે દારુણ હોય પણ એમાં પ્રણયની ઊંડી અનુભૂતિ-આશા-પ્રસન્ન જીવનનો આશાવાદ પ્રચ્છન્ન રૂપે પડેલો તો હોય ! પરંતુ સાંસારિક જીવનની વરવી વાસ્તવિકતાનો સામનો કરી રહેલી સ્ત્રીને વેદના તો નર્યા અરણ્યરુદન જેવી લાગે છે. પતિ-પતિના કુટુંબીઓ તરફથી થતો ત્રાસ, કજોડું, શોક્યનું સાલ, વ્યસનમાં ગરકાવ પતિ વગેરે અનેક સ્થિતિનો સામનો સ્ત્રીએ કરવો પડે છે અને ત્યારે તેની વેદના એક નિરાધાર સ્થિતિમાં મૂકી દે છે.

Leave a comment