Posted by: pravina on: January 21, 2012
નવ મહિના જેને લાગ્યા ઘડતાં
જેણે મને ઘડ્યો તેને હું ઘડું છું
સજીવ થઈ નિર્જીવને ચાહુ છું
સાકારની મનપસંદ મૂર્તિ ઘડું છું
કલ્પનાના રંગો તેમાં ભરું છું
રંગબેરંગી ચીર ધારણ કરું છું
ભાવતા ભોજન આરોગાવું છું
ભક્તિ ભાવે ભિંજાઈ ભિંજવું છું
સહ્રદય હ્રદયે વિનતી કરું છું
શરણું તેનું ગ્રહવા તરસું છું
પ્રાણ પૂર્યા જેણે આ તનમાં
પ્રાણ તેને ન્યોછાવર કરું છું
January 21, 2012 at 3:31 pm
saras…..Aabhar bahena !