Posted by: pravina on: January 23, 2012
દિવસ —૧
મોહનઃ આજે હું ઓફિસેથી વહેલો આવીશ
રાતના દસ વાગે આવ્યો..
દિવસ—-૨
મોહનઃ અરે યાર , તું પ્રાણથી પ્યારી. તારી વર્ષગાંઠ કાંઈ ભુલી જવાય.
મીતાઃ હા,હા હવે આવતે વર્ષે આવશે !
દિવસ—-૩
મારા ચશ્મા ક્યાં છે?
તમારી આંખ ઉપર!
દિવસ—-૪
મોહનઃ કાળાં મોજા માંગ્યા ને તે સફેદ આપ્યા!
મીતાઃ સફેદ રંગનું પેંટ પહેર્યું છે એટલે!
દિવસ—–૫
મોહનઃ આજે ટિફિનમાં થેપલાં, શાક સાથે રાઈતું આપજે!
મીતાઃ તમે રાતના કહ્યું હતું, તમારે ક્લાયન્ટ સાથે લંચમાં જવાનું છે!
મોહનઃ તું તૈયાર થઈ જા. મંદિરમાં દર્શન કરવા જવાનું છે.
મીતાઃ સરસ સાડી પહેરીને આવી. મોહનને તાકી રહી.
તમે અડધું પાટલુન પહેર્યું છે. જ્ભ્ભો લેંઘો કે આખું પાટલુન પહેરીને આવો!
January 23, 2012 at 8:34 pm
thekdi saras udadi chhe bahena !