મન માનસ અને માનવી

૨૬મી જાન્યુઆરી 2012

Posted by: pravina on: January 26, 2012

ધન ભરેલી હજારો ઝોળી દેશ લુંટીને આવે

ભારતમાની ગરીબ પ્રજાનું લોહી ચૂસીને લાવે

જનતા રડતાં રડતાં રે પાપી પેટને સમજાવે

કોના બાળક કોની પત્ની ભોગ તેનો બનતાં

કોના પતિની અસહાય આંખો અશ્રુ વહાવે

જનતા રડતા રડતાં રે પાપી પેટને સમજાવે

ખુરશી ઉપર બેસાડેલાં પ્રધાનોની છે માયા

કાળાં કર્મો કરતા જેને નિત નવા સુઝે ચાળા

જનતા રડતાં રડતાં રે પાપી પેટને સમઝાવે

જાતજાતના કૌભાંડોમાં કરોડો રૂપિયા બનાવે

મોંઘવારીની ચક્કી ચલાવી પ્રજાને પિસાવે

જનતા રડતાં રડતાં રે પાપી પેટને સમજાવે

કાળું નાણું કાળાં કૃત્યો કાળી દાનત જેમની

કાળાંપાણીની સજા  પામે ઉજળી ના થવાની

જનતા રડતાં રડતાં રે પાપી પેટને સમજાવે

પ્રજાસત્તાકના શુભ દિને મન મક્કમ કરીને

હાથ મિલાવી ‘અન્નાને’ સહકાર દિલથી દઈએ

જનતા હિંમત  કેળવીને માતને આશ્વાસન દઈએ

1 Response to "૨૬મી જાન્યુઆરી 2012"

papi petne samjave ! Wah !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Visitor World Map

Blog Stats

  • 85,922 hits
Follow

Get every new post delivered to your Inbox.