Posted in ગમતી ગઝલ on January 23, 2008 | 5 Comments »
વાંચવા લાગી આ ગઝલ હું આંખથી
ચાંચ ના ડૂબી ના ઉડી શકી પાંખથી
શાંતિની શોધમાં હું ક્યાં ક્યાં ભટકી
વગડે વડની ડાળે ભાળી ઉંધી લટકી
ટૂટેલી ક્ષણોને જોડવાની મથામણ ન કર
પાણીમાંથી પોરા કાઢવાની જફા ન કર
મુખેથી વેણ નિકળે ત્રાજવે તોલે
દિવાલો પર મૌનના પડઘા બોલે
દિલના તાર તડ તડ ટૂટે
વહાલા વેરી બને સાથ છૂટે
તારા વગરના જીવનમાં મઝા નથી
શું આ ઘોર કારાગારની [...]
Read Full Post »
Posted in ગમતી ગઝલ on September 15, 2007 | 1 Comment »
કૈંક પીડા ઓગળે ત્યારે ગઝલ સર્જાય છે
આંસુ જ્યારે ઓગળે ત્યારે ગઝલ સર્જાય છે
આહ દિલથી નિકળે ત્યારે ગઝલ સર્જાય છે
જામ ચીસોના ઢળે ત્યારે ગઝલ સર્જાય છે
જખ્મ જૂનાં સળવળે ત્યારે ગઝલ સર્જાય છે
ભીતરે કૈં સળવળે ત્યારે ગઝલ સર્જાય છે
વેદના ટોળે વળે ત્યારે ગઝલ સર્જાય છે
સેંકડો સપના બળે ત્યારે ગઝલ સર્જાય [...]
Read Full Post »
Posted in ગમતી ગઝલ on September 15, 2007 | 1 Comment »
દૂરતા કોઈ વખત મોંઘી પડી
પણ નિકટતા તો સતત મોંઘી પડી
જીવવા જેવું જ જિવાયું નહી
જીવવાની આવડત મોંઘી પડી
મ્હેક તારા શહેરમાં સારી હતી
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી
આમ તો ઘરમાં કશું નહોતું છતાં
બહાર રહેવાની શરત મોંઘી પડી
શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો
શબ્દ સાથેની રમત મોંઘી પડી
જવાહર બક્ષી
Read Full Post »
Posted in ગમતી ગઝલ on September 12, 2007 | No Comments »
કંઈ નથી બનતું છતાં સંબંધ સંકટમાં નથી
પ્રેમ તો હોવાપણામાં છે,એ વધઘટમાં નથી
પ્રેમ જેનું નામ છે એ તો છે એક વહેતી ભીનાશ
જળ વિના કોઇ નદી તટ,પટ કે પનઘટમાં નથી
તટ ઉપર રહીને તમાશો દેખનારા! ભૂલ નહી
જો નદી છે તો જ તટ છે,પણ નદી તટમાં નથી
રૂપ તારું કલ્પનાથી પણ વધુ [...]
Read Full Post »
Posted in ગમતી ગઝલ on September 11, 2007 | 4 Comments »
હાથોમાં હાથ રાખીએ કે મુઠ્ઠી વાળીએ
એકવાર ફરી આપણે સિક્કો ઉછાળીઍ
પહેલાં સંબધ વચ્ચે કોઈ ભીંત બાંધીએ
એ તોડવા માટે પછી માથું પછાડીએ
આંખોમાં શૂન્યતાના કુબાઓ બનાવીએ
એ સહુમાં કોઈ ખાસ સ્વજનને વસાવીએ
સંભાવનાની આવ અધૂરપ મટાડીએ
એકાંતને સાથે મળી મોઢું બતાવીએ
રેતીમાં નામ લખીએ કે પથ્થર તરાવીએ
એકવાર ફરી આપણે સિક્કો ઉછાળીએ
જવાહર [...]
Read Full Post »
Posted in ગમતી ગઝલ on March 20, 2007 | 3 Comments »
શું મિલન કે શું જુદાઈ! જાય છે
રાત જાણે કે અમસ્તી જાય છે
મારો સંદેશો કદી તો પહોંચશે
વૃક્ષની છાયાઓ તરતી જાય છે
હું હવાના ઘરમાં રહેવા જાંઉ છું
ને પવન ભીંતોને ખેંચી જાય છે
કોઈ સપનું ચીસ પાડીને ઉઠે–
રાતનો ભેંકાર તૂટી જાય છે
ક્યાંક વાદળ વરસ્યાં હોવા જોઈએ
અહીં કોઈ ઠંડક શી વળતી જાય છે
એમ મોઢું ફેરવી [...]
Read Full Post »