ભજનો


    રાધા એ ચાહ્યો મીરા એ ચાહ્યો
             હુઁ પણ ચાહુઁ ગિરધારી
             મુજને તારી લગની લાગી
     રાધાનો કિશન મીરાનો ગિરીધર
                    હુઁ જાણુઁ અવિનાશી
              મુજને તારી લગની લાગી
      સુમિરન તારુઁ હરપળ કરતી
       જગની માયાથી અલિપ્ત રહેતી
              મુજને તારી લગની લાગી
        રાધે રાધે કિશન કિશન
         મીરા મીરા ગિરધારી
          મુજને તારી લગની લાગી
          જીવન છે નદીયાની ધારા 
          સાગરને મળી તેમા સમાવવા
          હરદમ રહે અભિલાષી
           મુજને તારી લગની લાગી

કાના શું કરું તારું ગાન

તું માને યા ન માન

તેં ચોર્યું મારું ભાન

તું માને યા ન માન

ગોપીઓની તેં નીંદ ચુરાવી

સુદામાથી મૈત્રી બનાવી

હરદમ ગુંજે ગીતા ગાન

તું માને યા ન માન

તારા પ્યારમા સુધબુધ ખોઈ

દર્શન માટૅ દોડી આવી

તારા ચરણમા શાંતી પામી

તુ માને યા ન માન

અભ્યાસ વૈરાગ્ય ભર્યું જીવન

જન્મ મ્ર ત્યુનું છૂટે બંધન

હું આવી તારે શરણ

તુ માને યા ન માન

તેં ચોર્યું મારું ભાન

તું માને યા ન માન

ઝુલે છે હિંડોળે આજ શ્રીજી હિંડોળે ઝુલે

વનરાતે વનમા શ્રીજીનો હિંડોળો

ગગનને ચૂમે છે આજ         શ્રીજી હિંડોળે—-

મોગરાની કળીઓથી સજ્યો હિંડોળો

 ગુલાબની ફોરમે ફોરાય        શ્રીજી હિંડોળે—-

 ગોપગોપીઓની સગ કુદરતને ખોળે

 યમુનામહારાણી સંગાથ        શ્રીજી હિંડોળે—-

 શ્રીમહાપ્રભુજી, ગોકુલનાથ હિંચે હિંડોળો

  વૈષ્ણવોનો હરખ નવ માય     શ્રીજી હિંડોળે—–

 દર્શન કરી આંખડી પાવન થઈ

 ધન્ય થયો અવતાર                શ્રીજી હિંડોળે—-

अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं
ह्रदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं

वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं
चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं

वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरोः पादौमधुरौ
नृत्यं मधुरं सख्यं मधुरं महुराधिपतेरखिलं मधुरं

गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं
रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरं

करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं
वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं

गुंजा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा
सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं

गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरं
ईष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरं

गोपा मधुरा गावो मधुरा यष्टिमधुरा सृष्टिमधुरा
दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं

इति श्रीमद वल्लभाचार्य विरचितं मधुराष्टकं संपूर्णम

   હરખ ઘેલી રાધા               images21.jpg

  
      રાધા ઝુમી ઉઠી  કે નયનોએ  કૃષ્ણ  નિરખ્યા
      હરખે  ફૂલી  ઉઠી  ને ઝાંઝર  રણકી  ઉઠ્યા

     ગોકુળમાં  રાધાનો  કૃષ્ણ ખોવાણો
     ગોપીઓના ઘરમાં  જઈને ભરાણો
     ગોવાળો સંગે વંઠેલ   કે નયનોએ કૃષ્ણ નિરખ્યા

     રાધાને માખણ ખાતા કૃષ્ણ દેખાણો
     બેઉ  હાથે  માખણ  ચોર  મંડાણો
      હૈયું  હરખી  ઊઠ્યું   કે નયનોએ  કૃષ્ણ  નિરખ્યા
     રાધાએ  કૃષ્ણ વિશ્રામ ઘાટે  ભાળ્યા
     પાણીની  હેલ ચઢાવતા  માણ્યા
     અંગ  અંગ  ભિંજાઈ  ઉઠી  કે નયનોએ કૃષ્ણ નિરખ્યા
     રાધા  કૃષ્ણ  સંગે રાસ રમંતી
     મધુવનમાંહી હસી  ઘેલી ખલતી
     ચાંદનીમાં  ભાન ભૂલી    કે નયનો એ કૃષણ નિરખ્યા
     

images50.jpg  

    ધીરે ધીરે આવ્યો પેલો કૃષ્ણ કનૈયો
      દિલમાં સમાયો વહાલો કુંવર કનૈયો

      માખણ ચોરતો ને મટુકીઓ ફોડતો
       ગોપીઓ   રંજાડતો કુંવર કનૈયો

        માતા યશોદા તને શું કરું વાતડી
        મારગડો  રોકતો  કુંવર  કનૈયો

         નંદબાબા સાંભળો કાનેન ધરતો
         ગોકુળીયું ગજાવતો કુંવર કનૈયો

         જમુનાને તીરે ગેડી દડો રમતો
         કાલિનાગ નાથિયો કુંવર કનૈયો

          કદંબના  ઝાડે  ઉંધો  લટકતો
          દાણ  માગતો  કુંવર  કનૈયો

          વનરાતે વનમાં વેણુ વગાડતો
           ગાયો  ચરાવતો  કુંવર કનૈયો

            ઠકુરાણી ઘાટે રાસ રચાવતો
             હૈયું હરખાવતો કુંવર કનૈયો

            કાનાની સંગે હસી ઘેલી ખેલતી
            ભાન  ભૂલાવતો  કુંવર  કનૈયો

             એક એક કાનને એક એક ગોપી
             રાધાને રિઝાવતો કુંવર કનૈયો    
        

images18.jpg 

   કૃષણ જન્મ થાય જન્માષ્ટંમીએ
    નવું ભજન સ્ફૂરે અંતરની અટારીએ

  હો, મારા આંગણીયામાં આજ
  ખેલે નંદનો કુમાર  ગોપ ગોપીઓની સાથ
  મારે હૈયે ઉમંગ ન માયેજી

  તેના મુખપર રેલે સ્મિત
  તેને અંગે ભરી પ્રીત  નિસરે મધુરું સંગીત
  મારે હૈયે ઉમંગ ન માયેજી

  માતા જશોદાનો લાલ
  નંદબાબાને દરબાર  ગોકુળમા તેનો તરખાટ
  મારે હૈયે ઉમંગ ન માયેજી

  એ છે માખણનો ચોર
  છેડે બંસીનો શોર  જમનાતીરે નાચે મોર
  મારે હૈયે ઉમંગ ન માયેજી
 
  આંખડી પામી દર્શન આજ
  મૂકી સઘળી લોક લાજ  પામી અલૌકીક રાજ
  મારે હૈયે ઉમંગ ન માયેજી

images30.jpg

     સામગ્રીઃ    ૧ રતલ આલુ(બટાકા) નાના નાના લાલ
                 કાશ્મીરી મરચું (સ્વાદ પ્રમાણે)
           મીઠું, લીંબુનો રસ, ઝીણી સમારેલી કોથ્મીર
                  ટુથપીક ,તેલ, મેથીયાનો મસાલો,તલ
 
     બનાવવાની રીતઃ
                    બટાકાને બાફવા.
             તેલમાં સાંતળીન્જરાક કડક કરવા,
             સહેજ ઠંડા પડે એટલે તેમાં પ્રમાણસર મીઠું ઉમેરી
                      મેથીનો મસાલો ભભરાવવો.
              લીંબુ નીચોવી સર્વીંગ ડીશ માં ગોઠવવા.
              જ્યારે મહેમાનોને આપવું હોય ત્યારે કોથમરી
                       ભભરાવવી, દરેક બટાકા ઉપર ટુથપીક ખોસવી.
              તીખું ભાવતું હોયતો ઉપર કાશ્મીરી મરચુ પણ
                       ભભરાવવું.ઉપર તલ પણ
                જમતાં પહેલા ડ્રીંક્સ સાથે બહુજ સ્વાદિષ્ટ લાગશે.
 

    જીવન સંધ્યાનું ટાણું
    પ્યારું ઘરનું આંગણું
    સહુ સાથ છૂટી  જશે
    તન પણ દગો  દેશે
    આ પિંજર પડી જશે
   તિમિર ગયું ને પ્હો થયો
   મળસ્કાનું મધ્યાહન થયું
   સંધ્યાના  સુહાના  રંગ
   રાત્રિમાં થયે પરિવર્તન
   બાળપણાનું  ભોળપણ
   શૈશવનું  મધુરું  જિવન
   જુવાની આવે  ઘોડાપૂર
   ઢળતી ઉમરનું શાણપણ
   સઘળાં કર્મોનું નિરાકરણ
   જિંદગી ના બને ભારણ
   મૌન સેવી નિરખ ગગન
   શાતા પામ બન  મગન
 

images50.jpg

  ઝાલો  જમણો  હાથ જો  જો  છૂટે ના  સંગાથ
                                 શ્રીજી હાથમાં લો હાથ   

    જગને દીધો હાથ  છોડ્યો અધવચ્ચે  સંગાથ
                                   શ્રીજી હાથમાં લો હાથ

    તમ પર છે વિશ્વાસ તેનો કરશો ના કદી ઘાત
                                        શ્રીજી હાથમાં લો હાથ

    અનેરો તારો હાથ ઝાલ્યો બન્યો ઘનેરો સંગાથ
                                      શ્રીજી હાથ માં લો હાથ

    લાંબી જગની  વાટ  તેમાં  કાંટાની  છે  વાડ
                                  શ્રીજી હાથમાં લો હાથ

    હૈયે   મૂકો   હાથ   શ્વાસે  શ્વાસે  છે   સંગાથ
                             શ્રીજી હાથ માં લો હાથ

    હાથોનો  મિલાપ  હ્રદયે  ના  રહ્યો  વિલાપ
                              શ્રીજી હાથ માં લો હાથ

Next Page »