શકતી નથી

દિલનું દર્દ કોઈને કહી શકતી નથી
સ્ત્રી છું વેદના સહન કરી શક્તી નથી
**
એકલી છું એટલે સમાજ સમક્ષ
પોતાના વિચાર મૂકી શકતી નથી
**
વિંધાઉં છતાં વ્યથા નો બોજ
ઝુક્યા વગર ઉપાડી શકતી નથી
**
કહેવું છે ઘણું મારે જગને
મુખ પરનું તાળું ખોલી શકતી નથી
**
કરવું છે મનગમતું મારે
શરમનો પડદો ચીરી શકતી નથી
**
ભલે સાથી વિના ઝઝુમું આ જગે
હાર્યા વગર બાજી જીતી શકતી નથી !
**
અંતમાં
**
 અગણિત પ્રયત્નો સદાય ચાલુ છે
 છતાં સાથીને ભૂલી શકતી નથી.
%d bloggers like this: