• Naren Phanse <captnarendra@gmail.com>
    To:pravina_avinash@yahoo.com
    Jun 27, 2015 at 12:58 PM

    બહેનશ્રી પ્રવિણાબહેન,

    આપના પત્ર અને તેની સાથે મોકલાવેલ લેખ માટે આભાર. આ સાથે Proofreading (PR) મોકલું છું. લેખ રસપ્રદ તો છે જ, અને તેનો પ્રવાહ આપના હ્ૃદયના ઝરણાંની જેમ ખળખળ કરતો રહે તે માટે તેનું નજીવું સંપાદન કર્યું છે જે આપની મંજુરી માટે મોકલું છું. મને લાગે છે કે આપના લેખનો બીજો ભાગ મળે તેને આની સાથે સંલગ્ન કરી એક સળંગ લેખ તરીકે પ્રકાશિત કરવાથી આપના કથનનું સાતત્ય અને વાચકોનો રસ જળવાશે. આપની કુંભારવાડાની મુલાકાતનો બાકીનો અંશ મોકલવા વિનંતી.
    એક વાત પૂછી શકું? ભાવનગરના બંગલાની ચાવી આપને મુ. શ્રી. મહેશભાઈ વસાવડાએ આપી હતી? ખાસ એટલા માટે પૂછવાનું કે શ્રી. મહેશભાઈ ઉત્તમ માનવ હોવા ઉપરાંત અગ્રગણ્ય શિક્ષણશાસ્ત્રી અને ભાવનગરની ઘરશાળાના લાંબા સમયથી પ્રિન્સીપલ હતા. તેમના હાથ નીચે શિક્ષણ પામેલા સેંકડો વિદ્યાર્થીઓ વિશ્વભરમાં ફેલાયા છે અને તેમણે સૌએ વિજ્ઞાન, વાણિજ્ય અને કળાના ક્ષેત્રમાં વિપુલ નામના મેળવી છે. મહેશભાઈનું નામ સાંભળતાં જ સૌ નતમસ્તક થઈ જાય એવા મહાન પણ અતિ નમ્ર વ્યક્તિ છે. હું પોતે મૂળ ભાવનગરનો છું તેથી અા પૃચ્છા કરી છે.
    નરેનના સાદર નમસ્કાર
    ***