સુહાની બાળકી ***************

18 02 2007

images25.jpg

આ જિંદગી તું લઈ લે
બધી યાદો હું દઈ દંઉ
એ બચપણના દિવસો
ને  અલ્લડતા  મારી
બસ તું આપ  મુજને
મમ્મી મોટાઈ નો પ્યાર
ફરી બનું બાળકી
હું સુહાની
ના કોઈ ચીંતા
ફિકર ના કોઈ
બસ તું આપ  મુજને
લખવા પેન અને પાટી
જાંઉ નિશાળે ક ખ હું શીખું
પલાખાં કરું ગણતાં હું શીખું
બસ તું આપ  મુજને
મમ્મી મોટાઈ નો પ્યાર
રમું રાત દિવસ
કરું હું મસ્તી
માથેરાનના ઘોડા
પરની સવારી
દાદી નાનીનો પ્યાર
હળવે સંવારી
બસ તું આપ મુજને
મમ્મી મોટાઈ નો  પ્યાર
ભાઈ બહેનોની વહાલી
ડાહી ડમરી હું શાણી
કહ્યાગરી ને વળી
તોફાની રાણી
મિષ્ટાન્ન ઝાપટી
રવિવારની મોઝ માણી
બસ તું  આપ મુજ ને
મમ્મી મોટાઈ નો પ્યાર
ફરી બનું બાળકી
હું સુહાની

આજે કોઈકવાર બાળપણનાં વિચારોમાં
ખોવાઈ જઉં છું ત્યારે એ મધુરા દિવસોની
યાદ ખૂબ મીઠી લાગે છે. પિતાજીને આમતો
મોટાભાઈ કહેતી પણ વહાલમા ‘મોટાઈ’નું
સંબોધન કરતી.

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

19 02 2007
સુરેશ જાની

બાલપણ પાછું લાવી શકાય છે. મારી કવિતા વાંચો –
http://kaavyasoor.wordpress.com/2006/07/04/chaar_varshanaa/

આ કલ્પનાની નહીં પણ સ્વાનુભવની કવિતા છે.

19 02 2007
સુરેશ જાની

બાલપણ પાછું લાવી શકાય છે. મારી કવિતા વાંચો –
http://kaavyasoor.wordpress.com/2006/07/04/chaar_varshanaa/

આ કલ્પનાની નહીં પણ સ્વાનુભવની કવિતા છે.

22 02 2007
shivshiva

વો દિન યાદ કરો જેવી હાલત થાય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: