રજાની મજા

23 05 2007

images39.jpg

 

*************************************************************************************

કેવું સુંદર જિવન હતું. એકનો એક દિકરો માતા પિતાની સાથે રહેવું અને ધંધામાં પણ સાથે. જાણે ભગવાને ખુશીની વર્ષા ન કરી હોય.

  બે બાળકો પણ દાદીમાંની દેખરેખ માં ક્યાંય મોટા થઈ ગયા ખબર  ન પડી. સદાય આનંદ કિલ્લોલથી ઘર ગુંજતું.

શાંતિભાઈ અને સવિતાબેને ગયા જન્મમાં કેટલાય પુણ્ય કર્યા હશે. દિકરો તો માન્યું કે ડાહ્યો અને લાગણીવાળો હોય પણ તેની વહુ? જિવન
એકધારું વહેતું હતું. સવિતાબેન પાંસઠના થયા, શાંતિભાઈ ને સિત્તેર પૂરા થયા. એક સુહાની સાંજે દિકરો વહુ બાળકો સાથે નાટક જોવા ગયા

   હતા. બાળકો અને માતા તેમજ પિતાને સંપૂર્ણ સ્વતંત્રતા હતી. તો જ સાથે રહેવાયને .
સવિતા બહેનને થયું આજે સારો સમય છે લાવને મારા મનની વાત  કહું.
‘અરે, સાંભળોછો કે? ચાલોને આપણે બંને જણા ચાર ધામની જાત્રા કરવા જઈએ? ‘
શાંતિભાઈને પણ લાગ્યું હજુ શ્રીજીની દયાથી પગ ચાલે છે  તો ચાલો ને જઈ આવીએ. તેમણે પત્નીની વાત પર ખૂબ વિચાર કર્યો. આજે સાથે છીએ કાલ કોણે દિઠી છે. સવારના પહોરમાં વહેલાં ઉઠી કમપ્યુટર પર બેસી ગયા. શાંતિભાઈએ શોધખોળ ચાલુ કરી. ટિકિટના ભાવ કઢાવ્યા. આધેડ વય હતી તેથી ત્રીજા વર્ગમાં જવાનો કોઈ સવાલ જ ન હતો. આરામદાયક જાત્રા કરવાની તમન્ના હતી. આવી મોટી જાત્રા જીવનમાં એક વાર કરવા મળે તેવું સુંદર નસીબ અને પૈસાની સગવડ બન્ને હતાં. ખર્ચ થોડો વધારે હતો. પણ તેથી શું. આખી જિંદગી મહેનત કરીને બે પાંદડે થયા હતા. સંયુક્ત કુંટુંબ હતું તેથી બંનેને ખૂબ ફાયદો પણ હતો. એ  તો જૂનવાણી રહ્યાને એટલે વધારે લાગે. આધેડ વયમાં જાત્રા કરવી હોય તો થોડી સગવડ આવશ્યક છે.
 શાંતિભાઈએ બધી તૈયારી કરી લીધી હતી. ક્યારે જવું, ક્યાં રહેવું એસ.ઓ.ટી.સ.ની ટ્રીપ ખૂબ સગવડતા ભરેલી હોય છે. જેમાં ખાવાપીવાની અગવડ પણ ન પડે. બસ આજે રાત્રે જમવાના મેજ ઉપર વાત છેડવી એમ નક્કી કર્યું.
‘અરે ,મોહિતબેટા અને મિતાલી વહુ સાંભળો. હું અને તમારા બા ચાર ધામ જાત્રા કરવા જવા ઈચ્છીએ  છીએ.’
 મોહિતે મિતાલી સામે જોયું તેની આંખના ભાવ વાંચવામાં સફળ થયો.
‘કહે બાપુજી અંદાજે કેટલો ખર્ચ આવશે? ‘
શાંતિભાઈ કહે,’ ટિકિટ અને રહેવા ખાવાનો ખર્ચ એક લાખ અને દસ હજાર અને બીજા દાન ધર્માદાના મળી દોઢ લાખમાં બધું થઈ જશે’.
આમ તો આ બહુ મોટી રકમ ન કહેવાય પણ મિતાલીને આ વર્ષે ઊનાળાની રજાઓમાં બાળકો સાથે દુબાઈ જવું હતું. મોહિત તે જાણતો
 હતો.
પિતાજીને કહે,’ તમે આવતે વર્ષે જવાનું રાખોતો કેમ? આ વર્ષે ખૂબ ખર્ચો થયો છે. હમણાં ટેક્સમાં પણ પૈસા ભરવા પડ્યા હતા’.
 સવિતાબહેન ખૂબ સીધા સાદા હતા. વચ્ચે ટપકી પડ્યા, ‘સારું બેટા અમે આવતા વર્ષે જઈશું ‘. શાંતિભાઈને ન ગમ્યું છતાં કાંઈ પણ બોલ્યા નહી.
 વાત ત્યાં જ ખતમ થઈ ગઈ. બે મહિના પછી.  જૂન મહિનામાં ઊનાળાની રજાઓ પડી મોહિત અને મિતાલી બાળકો સાથે દુબાઈ ત્રણ અઠવાડિયાની  મોજ માણવા ઉપડી ગયા. શાંતિભાઈ તેઓ ગયા ત્યારે તો કાંઈ ન બોલ્યા પણ મનમાં ને મનમાં કાંઈક પાકો નિર્ણય કર્યો. આ બાજુ હજુ તો  પેલા લોકો  દુબાઈ પહોંચીને પોરો ખાય ત્યાંતો શાંતિભાઈ પોતાનું સુંદર વર્ષો જુનું  ઘર વેચીને સવિતાબેન સાથે પંદર દિવસની અંદર ગામ ભેગા થઈ ગયા. સવિતા બહેનને ઉઠાં ભણાવ્યા. નહી તો એ પાછાં આનાકાની કરે.
આ શું  થઈ ગયું એ સવિતાબેન વિચારી પણ ન શક્યા. ગામમાં સુંદર મજાનું ત્રણમાળનું  ઘર હતું. રાંધવાવાળી બાઈ રાખી લીધી. કામ કરવા માટે તો ‘મીઠી ‘વર્ષો જૂની તેમની હતી. ઘર ચાલું જ હતું. અવારનવાર શાંતિભાઈ, સવિતાબેન સાથે મહિનો માસ રહેતા. ઘર બાપદાદાનું હતું. શાંતિભાઈએ દસ  વર્ષ પહેલાં તેની સિકલ ફેરવી આલિશાન બંગલો બનાવ્યો હતો. હવે તેમને કમાવા જવાનો પણ શોખ રહ્યો ન હતો. રજાની મજા માણી મોહિત અને   મિતાલી પાછા ફર્યા. જુએ છે તો તેમના ઘરમાં કોઈ બીજુ કુટુંબ રહેતું હતું.
મોહિત અવાચક થઈ ગયો.  મિતાલીના તો હોશકોશ ઉડી ગયા. ચારેય જણા ગામ જવા ઉપડ્યા. શાંતિભાઈએ મોહિત અને મિતાલી માટે ઘર લેવાના પૈસાનો ચેક તૈયાર રાખ્યો હતો. એક પણ અક્ષર બોલ્યા વગર મોહિતે ચેક લીધો પિતાની આંખમાં આંખ પરોવી,  તે સઘળું સમજી ગયો હતો. પિતા  સાથે ઘરમાં અને ધંધામાં આખી જીંદગી ગુજારી હતી. માતા અને પિતાને પગે લાગી આશિર્વાદ લીધાં.
મિતાલી આમાનું કશું પણ સમજવા અસમર્થ હતી. તેનો તો રજાનો આનંદ સાવ ફુસ થઈ ગયો હતો.
*****************************************************
Advertisements

ક્રિયાઓ

Information

5 responses

23 05 2007
વિશ્વદીપ બારડ

it’s nice small story !

24 05 2007
shivshiva

શાંતિભાઈને ધન્ય કહેવાય કે જીવનનું સત્ય સમજાઈ ગયું અને તરત નિર્ણય લઈ લીધો. ખરેખર સમજવા જેવી હકીકત છે.

2 06 2007
Rashmita lad

its really anice story. ane smajva jevi pan.

27 05 2008
Mita

vah bov j saru karyu daddy e. aama vahu karta dikrano vank vadhu 6. jo e kahe k ha pappa tame jai aavo to. vahu kaij na kari sake. pan amuk dikara o bov svarthi hoy 6.

23 10 2009
Dharnidhar.Thakore

આજના જમાનામા સયુક્ત કુટુમબની ભાવના ત્યારે જ રાખી શકો કે પહેલા બીજાને સગવડ આપો અને તમારો વિચાર કરો.

સ્વાર્થી બાળકોને સારો લેશ ન પિતાએ આપ્યો .ધ ન્ય વા દ……………

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: