ઘૂંઘટમાં નથી

images18.jpg    

       કંઈ નથી  બનતું છતાં સંબંધ  સંકટમાં નથી
       પ્રેમ તો  હોવાપણામાં છે,એ વધઘટમાં નથી

     પ્રેમ જેનું નામ છે એ તો છે એક વહેતી  ભીનાશ
     જળ વિના કોઇ નદી તટ,પટ કે પનઘટમાં નથી

     તટ ઉપર રહીને તમાશો  દેખનારા! ભૂલ નહી
     જો નદી છે તો જ તટ છે,પણ નદી તટમાં નથી

      રૂપ તારું    કલ્પનાથી  પણ  વધુ   આગળ  ગયું
      સ્વપ્નમામ જોયો તો જે ચ્હેરો એ ઘૂંઘટમાં નથી

     ઘટ ફૂટ્યો,માટીમાં માટી તો મળી,એક ફેર છે
     જે  હતું આકાશ   ઘટમાં, એ હવે  ઘટમાં નથી

    

જવાહર બક્ષી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: