નાનીસી વાત

12 10 2007

images3.jpg

આ એ દિવસોની વાત છે જ્યારે ૨૪ કલાકનો દિવસ મને નાનો લાગતો.
ચાર વાગ્યામાં સવાર પડતી. મારા પતિદેવ પૂરા ગુજ્જુ, ખૂબ પ્રેમાળ.
કદાચ અતિશયોક્તિ લાગશે, મારા પરમ મિત્ર પણ સથોસાથ. એક વસ્તુ
સત્ય સ્વરૂપે દિલ સમક્ષ રહેતી, જો પતિની સુખ મેળવવા ભાગ્યશાળી
હોઈએ તો દુનિયાના સર્વ સુખો ગૌણ છે.પ્રભુનો લાખ લાખ ઉપકાર એ
સૌભાગ્ય મેં મનમૂકીને માણ્યું છે. પૂરા ગુજ્જુ એટલા માટે કે ઘરનું ખાવાનું
ખૂબ ભાવે. બહાર જવાનું કહીએ એટલે એમને કીડીઓ ચટકે.
ખૂબ મનામણા પછી તૈયાર થયા હતા આજે બહાર જમવા જવા માટે.
નોકરી પરથી વહેલા ઘરે આવવું હતું. કારણ ઘરે આવીને તેમની પસંદગી
પ્રમાણે તૈયાર થઈ મોટા દિકરા ને સાથે લઈ બહાર જવાના હતા. તે સમયે
મોટો દિકરો ‘બેલર કોલેજ ઓફ મેડિસીન’ માં ભણતો હતો. હું બેંકમા નોકરી
કરતી હતી. મારી બેંક તેની કોલેજથી નજીક હતી. આમ તો દરરોજ બસમાં
જતી. પણ તે દિવસે બહાર જમવા જવું હતું તો મને કહે’મા હું તને બેંક ઉપરથી
લઈ જઈશઆપણે સાથે ઘરે જઈશું.’
પ્રભુ કૃપાથી બે દિકરાની માતા છું . ખૂબ લાગણીવાળા અને પ્રેમાળ્ દિકરાઓની
ભાગ્યશાળી માતાનો ગર્વ છે. ગાડી પૂરપાટ ‘આઈ ૧૦’પરથી પસાર થઈ રહી હતી.
મા, દિકરો વાતોમાં મશગુલ હતા.
અચાનક અમારી બનેની નજર બહાર નિકળવાના રસ્તા પર એક અમેરીકન બાઈ
પાંચ છોકરાઓ સાથે ઉભી હતી તેના પર પડી. મારો  દિકરો મારો વિચાર જાણી ગયો.
ગાડી બાજુમાં ઉભી રાખી તેને પૂછવા ગયો.’ શું તમારે મદદની જરૂર છે? કેમ આમ
નાના બાળકો સાથે?’ એ અમેરીકન બાઈ કહે” હું અંહી પોણા કલાકથી ઊભી છું.
કોઈએ ઉભા રહેવાની તસ્દી ન લીધી. તેની આંખમાં પાણી આવી ગયા. આગળ કહે
એ બધા લોકોને એમ હશે કે અંહી બાળકો સાથે હું બેરી તોડવા ઉભી છું.’
‘ભાઈ મારી ગાડીનું ટાયર પંક્ચર થયું છે. મારો દિકરો દાક્તરીના ત્રીજા વર્ષમા
અભ્યાસ કરતો હતો. દસ મિનિટમાં ટાયર બદલી આપ્યું.’
આજે પણ એ પ્રસંગ યાદ આવે છે ત્યારે તે બહેનની આખમાંથી ડોકાતી આભારની
લાગણી નજર સમક્ષ તરવરે છે. મને અંતરથી આનંદ થયો કે સુંદર સંસ્કારના રોપેલા
બીજ આજે વૃક્ષ બનીને પાંગર્યા છે. તે દિવસે બહાર જમવા જવાનો આનંદ બેવડાયો
એ કહેવાની જરૂર નથી.

Advertisements

ક્રિયાઓ

Information

7 responses

14 10 2007
કુણાલ

naanishi pan majaani vaat pravinakaki…

15 10 2007
Pinki

aa bhaaratni dikrina dikra j kari sake , auntie !!

17 10 2007
neetakotecha

સાચ્ચુ કહુ એક એક રુવાડા ઉભા થઈ ગયા. જાણૅ એક દ્રશ્ય નજર સામેથી પસાર થઈ ગયુ. એ બધુ જ મને જાણૅ દેખાઈ આવ્યુ.
આ છે ભારત ની માતા ના સંસ્કાર અને ભારત નાં દીકરા નાં સંસ્કાર.

18 10 2007
neetakotecha

પહેલા તો આપના mail માટે thanks .
અને પછી હા, મને આ નાની સી વાત ખુબ ગમી .
કારણકે આ વાત નાની નથી.કોઇક માટૅ
કાંઈક કરવૂ એ સહેલુ નથી.

19 10 2007
chetu

આપણે ભલે પરદેશ માં રહીએ છીએ …પણ આપણાં સંસ્કારો નું સિંચન આપણે આપણાં બાળકો નાં હ્રદય માં કરી ને ભારતીય સંસ્કૃતિ ને જીવંત રાખી શક્યાં છીએ એ વાત ની ખુશી છે..!

4 12 2007
વિજય શાહ

આ વાત ને તે કંઇ નાની કહેવાયા?
આમા તો ભારતનુ ઘણુ સંસ્કાર ધન આવ્યુ છે..

13 03 2009
PINAKIN

THANK YOU VERY MUCH .

APNI SANSKRUTI NU PALAN TAME KARYU.

VIDESHI LOKO NE APNA DES TARAF AKRSHYA………

THANK YOU

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: