HAPPY THANKSGIVING

22 11 2007

images1.jpg

રોજ સવારે ૯ વાગે ૯૦ વર્ષના કાકા દુધ, ફૂલ અને ડોનટ લેવા અવતા.
છેલ્લા ૧૦ વર્ષથી આ કાર્યક્રમ રોજનો થઈ ગયો હતો. પુનિતા આધેડ ઉંમરે
પહોંચી ગઈ હતી. પ્રણવનો સાથ ગુમાવેલી પુનિતા મનોમન પ્રભુનો ખૂબ
ઉપકાર માનતી, બંને બાળકો ઠેકાણે પડી ગયા હતા. પુત્ર પાવન એમ.બી.એ.
ભણ્યો હતો અને પુત્રી પૂજા ફાર્મસીસ્ટ હતી. તેના માથે કુંટુંબની જવાબદારી રહી
ન હતી. હા, બાળકોને જ્યારે જરૂર હોય ત્યારે પુનિતા વણકહ્યે પહોંચી જતી.
પોતે સ્વતંત્ર રીતે રહી, બાજુમા આવેલી ગ્રોસરી સ્ટોરમાં વર્ષોથી કાયમી નોકરી
કરતી. વિમાની ચીંતા ન   હતી. જરૂરિયાતો થોડી હોવાને કારણે જીવન આસાનીથી
ગુજરતું. મિત્ર મંડળમાં કોઈ અપેક્ષા ન હોવાથી સારું વિસ્તર્યું હતું. નોકરી ખૂબ દિલ
દઈને કરતી. ૯૦ વર્ષના કાકા હંમેશા તેનીજ પાસે પૈસા ચૂકવવા આવતા.
એ કાકા જો ભૂલથી વાસી ડોનટ લઈને આવે તો , એક મિનિટ કહીને તાજું લઈ
આવતી. ફૂલ જો તાજા સ્ટોરમાં આવ્યા હોય તો તેમના માટે સરસ શોધીને આપતી.
કાકાને પણ હવે તો આદત પડી ગઈ હતી. જો સવારે પુનિતા ન દેખાય તો બીજાને
પૂછીને તેની રાહ જોતા. પુનિતાને કાકા ન દેખાયતો ચીંતા રહેતી.બહુ વર્ષોની ઓળખાણ
હતી તેથી પુનિતા પાસે કાકાનો ફોન નંબર હતો. એક વખત કાકા ચાર દિવસ નદેખાયા.
પુનિતાને ચીંતા થઈ ફોન કર્યો. ફૂલ ,દૂધ અને ડોનટ લઈને ઘરે જતા પહેલા કાકાને
ત્યાં પહોંચી ગઈ. કાકા માંડ માંડ ઉભા થઈ શક્યા. પુનિતાને જોઈને ખૂબ ખુશ થયા.
પુનિતાએ પ્રેમ પૂર્વક તેમને માથે હાથ  ફેરવ્યો. એક ગ્લાસમા દૂધ અને ડોનટ મૂકી
તેમને આપ્યા. ફૂલને સરસ રીતે ફૂલદાનીમાં ગોઠવ્યા.
૯૦ વર્ષના કાકાતો ખૂબ ભાવવિભોર થઈ ગયા. એને તો આ સ્વપ્ન લાગતું હતું.
આમ પણ અમેરિકનોને ભારતીય પ્રત્યે ખૂબ આદર હોય છે. પુનિતા થોડીવાર બેઠી
કાલે પાછી આવીશ કહીને ગઈ. કાકાને પુત્રી હતી પણ તે ગામમા નહતી. પત્ની
છેલ્લા ૧૫ વર્ષથી પ્રભુના ધામમા પહોંચી ગઈ હતી. સુંદર સ્વભાવને કારણે ઘણા
બધા ગ્રાહકો પુનિતાના ચાહક બની ગયા હતા. વાર તહેવારે પુનિતાને નાની મોટી
ભટ સોગાદ પણ આપતા.
પછીતો કાકા સાજાસમા થઈગયા અને રોજનો ક્રમ ચાલુ થઈ ગયો.પુનિતાને
કાકા મળે ત્યારે ખૂબ આનંદમા આવી જતી. આમકરતા છ મહિના પસાર થઈ ગયા.
આજે તેઓનો મંગળ તહેવાર THANKS GIVING નો હતો. પુનિતાએ બધા રોજના
જાણીતા ચહેરા જોવા મળે એટલે સવારનો સમય નોકરી પર આવવા માટે પસંદ
કર્યો  હતો. પુનિતા આવી અને કાગ ડોળે કાકાની રાહ જોવા લાગી. હવે તો  ઘરે
જવાનો સમય પણ આવી ગયો. કાકા દેખાયા નહી. પુનિતાને ચીંતા થવા લાગી.
ઉંમરતો થઈ જ હતી. તેથી શંકાકુશંકા કરતી ક્યારે તે કાકાને દ્વારે આવી ઉભી તેનું
તેને ભાન પણ ન રહ્યું. ઘર પાસેનું વાતાવરણ જોઈને તે આંગણામા પૂતળાની જેમ
સ્થિર થઈ ગઈ. પરિસ્થિતિ એવી હતીકે પાછી પણ ન જઈ શકે. બધા અમેરિકનો
ટોળે મળ્યા હતા. મૃત શરીર લઈ જવાની ગાડી આવે તેની રાહ જોતા હતા.
એટલામાં એક ૩૫ વર્ષની જણાતી સ્ત્રી પુનિતા પાસે આવી. માંડ માંડ પુનિતાના
નામનું ઉચ્ચારણ કરી સમજાવ્યું કે ‘મારા પિતાજીએ તારા નામનો એક કાગળ લખ્યો છે.’
પુનિતા પથ્થરની મૂર્તિ જેવી વાત સાંભળી રહી. હાથ લાંબો કરી કાગળ લીધો.
કાકાની દિકરીને પ્રેમથી આલિંગન આપી, આંખમાં આવેલા આંસુ ખાળવાનો વ્યર્થ
પ્રયત્ન કરી સડસડાટ ઘટના સ્થળથી સરી ગઈ. ઘરે આવી પુનિતા સોફા પર ફસડાઈ
પડી. પાણી પીધું અને ‘કાકા’એ પત્રમાં શું લખ્યું છે તે જાણવાની ઇંતજારી રોકી ન
શકી. કાકાએ તેનો ખૂબ આભાર માન્યો હતો. શબ્દે શબ્દે તેમનો પ્રેમ પુનિતાને જણાયો.
પત્ર વાંચીને પરબિડિયું ફાડવા જતા પુનિતા ને બીજો એક કાગળ અંદર જણાયો.
કાઢ્યો, વાંચ્યો અને પુનિતાને પોતાની આંખ પર વિશ્વાસ ન બેઠો. આંખો ચોળવા
લાગી ફરી વાંચ્યો. તે હતો $૨૫,૦૦૦ નો    —————-

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

23 11 2007
સુરેશ જાની

બહુ જ સરસ વાર્તા. સત્ય કથા હોય તો ઓર વધારે ….માનવતાને કોઈ જાત કે ધર્મ નથી હોતા.

29 05 2008
swati s desai

it is a nice story but not a real story. In this modern age no one is responding to our love as this is my own experience. On t contrary, traying to cheat against love.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: