પૂજ્ય બાપુને સાદર પ્રણામ

29 01 2008

images14.jpg       

             

               ૧૯૪૮, જાન્યુઆરીની  ૩૦મી ને એ ગોજારી  રાત. આજે તો એ વાતને ૬૦
        વર્ષ  પૂરા થયા. આપણા  સહુના લાડલા  બાપુઓ આજે આપણી  વચ્ચે નથી.
     તેમને  ભાવભીની  શ્રધ્ધાંજલિ  અર્પણ  કરતા હ્રદય  દ્રવી  ઉઠે છે. એ કઈ  તાકાત
        હતી  જેણે  તેમને આટલી  બધી  અડગતા  અને કોમળતાનું  પ્રદાન  કર્યું  હતું.

      

                 પૂજ્ય બાપુને પોતાના માર્ગની  સ્પષ્ટ જાણકારી હતી. હા, તેમનો માર્ગ બે ધારી
         તલવાર જેવો હતો એમ તે માનતા હતા. છતાંય એ માર્ગ ઉપર તેમણે આનંદ ભેર
         યાત્રા  ચાલુ  રાખી.પ્રભુ પર દ્રઢ વિશ્વાસ હતો. અન્યાયની એક પણ  ઘડી પ્રત્યે
         તેઓ  આંખ  આડા કાન ન કરતાં. આત્મા  અને મન  વચ્ચે હંમેશ તાણ અનુભવતા
          વિજય  હંમેશ  અંતરાત્માના અવાજનો થતો.
            

                           હંમેશા સત્યના આગ્રહી  બાપુ ‘સત્યમેવ જયતે’ ના પૂજારી, તે ખૉળીને
          જંપતા. પોતાની  નબળાઈઓ પ્રત્યે હંમેશા સજાગ હોવા છતાં સ્ત્યનો આગ્રહ કદી
         ત્યજ્યો ન હતો. યા તો તેના પ્રત્યે અવિશ્વાસ જગાવ્યો ન હ્તો.
               પ્રભુમાં શ્રધ્ધાએ તેમની  આગવી પ્રતિભા હતી.મનુષ્ય પર પરમ વિશ્વાસનું કારણ
          પ્રભુમાં  વિશ્વાસ તેમ તે માનતા. તેમના જીવનમાં ઘટેલી સર્વ ઘટનાઓનું  શ્રેય
          ઈશ્વર પરના અચળ વિશ્વાસને કારણે શક્ય બન્યું એમ માનતા.તેમના જીવનમાં કશું
          છૂપાવવાનુમ ન હતું. તેમનુ  જીવન ઉઘાડી કિતાબ જેવું. એ ખૂબ દાદ માગી લે
          તેવી વાત છે. સત્ય અને અહિંસા એ બંનેના ચાહક બાપુ પોતાની ક્ષતિઓથી સંપૂર્ણ
          માહિતગાર હતા અને તે પ્રત્યે હંમેશ સજાગ.
        

               સત્યને કદી અસત્યના આંચળા હેઠળ છૂપાવવાનો પ્રયત્ન તેઓ જાણ્યે અજાણ્યે
         ન કરતાં તેથી તેમને સાચા માર્ગનું જ્ઞાન થતું. આત્માનો અવાજ સુણી વર્તનાર બાપુ
         સત્ય ખાતર કોઈ પણ બલિદાન આપતા વિચાર ન કરતા અને તેના પરિણામને હસતે
         મુખે  આવકારતા. અહિંસાના પ્રખર આગ્રહીને કશી બાંધછોડ માન્ય નહ્તી. જીવનમા
         હાર મળે છતાંય  પ્રભુ પરનો વિશ્વાસ ચલિત ન થતો. તે માનતા કે જગતની કોઈ
         પણ તાકાત સત્યથી ઉપર નથી. અસહકારનું ભગીરથ કાર્ય વિશ્વાસના વહાણે બાપુ
        પાર પાડતા. વિશ્વાસભંગ  તેમને ધરમૂળથી હચમચાવી મૂકતો. છતાંય સત્યના આગ્રહી
        બાપુ પોતાના કાર્યનું ધાર્યુ પરિણામ લાવવા શક્તિમાન બનતા.
            

        તેઓ માનતા કે જો સુથાર પોતાના ઓજાર સાથે ઝઘડે તો ધાર્યું પરિણામ કેવી રીતે
         લાવી શકે? આગેવાની લેવાની પોતાની અશક્તિથી માહિતગાર હતા. અહિંસાના
         આગ્રહી , સત્યના પૂજારી બાપુ પોતાની નબળાઈઓ પ્રત્યે સદા સજાગતા કેળવતા.
     દરેક પ્રાણીમાત્રને આત્મ સમ્માન અને સ્વતંત્રતાનો હક્ક છે. સમય અને કાળે આજે
        પૂરવાર કર્યું છે કે પુજ્ય બાપુ તેમના કાર્યમાં સફળ નિવડ્યા.
                                            એવા બાપુને શત શત પ્રણામ.


ક્રિયાઓ

Information

3 responses

30 01 2008
મન માનસ અને મનન: પૂજ્ય બાપુને સાદર પ્રણામ « Bansinaad

[…] આગળ વાંચો: મન માનસ અને મનન બ્લોગ પર પૂજ્ય બાપુને સાદર પ્રણામ […]

30 01 2008
4 02 2008
smita

Good article

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: