હું કરું હું કરું એ જ —

4 03 2008

          નરસીંહ  મહેતા, સવાર હોય કે સાંજ જો તેમના  ભજનથી ચાલુ
    કરવાની  સુટેવ  હોય તો  જીવનમાં કદી  મુશકેલી કે દુઃખના દર્શન ન
    થાય. ‘જાગને જાદવા કૃષ્ણ  ગોવાળીયા  તુજ  વિના ધેનમાં કોણ જાશે’?
  કે પછી ‘રાત વહી  જાય રે પાછલી ખટઘડી સાધુ પુરૂષ ત્યારે સૂઈ ન રહેવું’.
  ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે’.

        કઈ શાળામાં તે ભણવા ગયા હતા? કેવા સુંદર ભાવ, ને કેટલા
    સરળ અને સહજ શબ્દ. આ બધું શું પોથીમાના રીંગણા જેવું છે. કે પછી
    ભેંસ આગળ ભાગવત. આપણે  પામર માનવી તેમાંથી એક પણ શબ્દ
    પચાવવા માટે પણ શક્તિમાન નથી. માત્ર હું અને અહંની લીટી પર
    દોડીને થાકી જઈએ ક્યાંય પણ ન પહોંચી શકીએ એવી આંધળી દોટ મૂકી
    રહ્યા  છીએ.

     ભલે ને  વર્ષોનો સાથ હોય. જીવનની ખાડાટેકરા વાળી મંઝિલ પસાર
   કરતા પડતા આખડતા  એકબીજાને સહારો દીધો હોય. છંતાય અહં ક્યાં
   ક્યારે ભટકાઈને હાથ છોડાવી દેવા શક્તિમાન બને છે તેન ખ્યાલ રહેતો
   નથી. માનવને તેથીજ તો પશુ કરતાં ઉચ્ચ શ્રેણીમાં મૂક્યો છે કે તેનામાં
   વિચરવાની શક્તિ છે. તે હંસની જેમ’ નીર ક્ષીર’ અલગ ન કરી શકે પણ
   સાચું ખોટું યા સારું નરસું જરૂરથી વિચારી  શકે.
   
     કયા આંબાના ઝાડને કેરી લાગી હોય ત્યારે તમે ટટ્ટાર જોયું છે? ફળોથી
   લચેલ આંબો હંમેશ ઝુકેલો જણાશે. વ્યક્તિમાં જ્ઞાન હોય, કળા હોય તો તે
   વિનમ્ર હશે નહીં કે અભિમાની! ઉદાર દિલ, વિચારોમાં વિશાળતા, દરેક
   પ્રત્યે માન તથા લાગણી સભર વ્યવહાર. તેને સત્ય અને અસત્ય વચ્ચેનુ
   અંતર સ્પષ્ટ જણાતું હશે. જીવનમાં પડતી મુસિબતોનો સામનો વિવેક બુધ્ધિ
   વાપરીને કરશે.
    
     ચાલો , સાથે મળીને એક પ્રયોગ કરીએ. જે આપણને સુંદર જીવન
   જીવવાની સહાયતા કરશે.
   
      એક નાનો ગાજરનો ટુકડો, એક ઈંડુ અને થોડી કોફી. દરેકને અલગ
   અલગ વાસણમા રાખી પાંચ મિનિટ  ગેસ ઉપર  ઉકાળો. હવે જુઓ ગાજર
   પાણીમાં ઉકળીને પોચી થઈ ગઈ. ઈંડુ  જે  ખૂબ  નાજુક  હતું તે સખત થઈ
   ગયું. કોફી પાણીમા ઉકળી તો પાણી કોફીની સુગંધથી તરબોળ થઈ ગયું.
  ગાજર , ઈંડુ  અને કોફી ત્રણેયે એક સરખી પરિસ્થિતિનો સામનો કર્યો હતો.
  ત્રણેય  અગ્નિની ઝાળ પાંચ મિનિટ ખમી હતી. પાણીમાં ઉકળ્યા હતા. હવે
    તમે કહો કે જીવનમા આવતી મુસિબતોમાં આપણે શું કરવું? નથી લાગતું કે
    કોફીની જેમ સુગંધિત થઈને ખુશ્બુ પ્રસરાવવી. ગાજર જેવા નરમ ઘેંશ ન
    થવું કે ઈંડા જેવા કઠોર. 
      હે,ઈશ્વર માનવને સહાય કર. માન , સ્વમાન, અહંકાર,  ગુમાન,
   ઘમંડ, ઈર્ષ્યા, ક્યારે પતનની ખાડીમા હડસેલે છે તેનો ખ્યાલ પણ નથી
    રહેતો. જ્યારે  જાગે છે  આંખો ખૂલે છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે.
  ‘ અણી ચૂક્યો સો વર્ષ જીવે.’ આપણને  બધાને અનુભવ છે. આપણે ત્યાં
    ભારતમાં વર્ષોથી જૂના છાપા, ચોપડી, કપડા, પિત્તળનો ભંગાર, કાચની
    બાટલીઓ બધાના પૈસા મળે છે. આધુનિક જમાનામાં અને ખાસ કરીને
    અમેરિકામા તેને  “રીસાઈકલ”  કહે છે. કિંતુ  હાથમાંથી નિકળી ગયેલ
    સમયનું  “રીસાયકલ”  અસંભવ છે.  
સ્વાભિમાન અને અભિમાન વચ્ચે સુક્ષ્મ રેખા છે. સમયને મુઠ્ઠીમાં
બંધ કરી શકાતો નથી. ક્યારે હાથમાંથી સરી જશે તેનો અંદાજ નથી.
જાગ્યા ત્યાંથી સવાર આ પળ હાથમાંથી સરી ન જાય.
સ્વામી વિવેકાનંદ કહે છે તેને કર્ણપટ પર ધર.
” ઉત્તિષ્ઠઃ જાગ્રતઃ ”     
             

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

4 03 2008
vijayshah

bahu saras vaat!
samaya nu recycling kyaa shakya chhe?

4 03 2008
neeta

કયા આંબાના ઝાડને કેરી લાગી હોય ત્યારે તમે ટટ્ટાર જોયું છે? ફળોથી
લચેલ આંબો હંમેશ ઝુકેલો જણાશે

જીવન જીવવાં માટે ઉપયોગી વાત

હાથમાંથી નિકળી ગયેલ
સમયનું “રીસાયકલ” અસંભવ છે.

khub saras

4 03 2008
5 03 2008
chetu

koi lauta de mere bite huve din..!

5 03 2008
smita

nice.

5 03 2008
મગજના ડોક્ટર

માત્ર હું અને અહંની લીટી પર દોડીને થાકી જઈએ,
ક્યાંય પણ ન પહોંચી શકીએ એવી આંધળી દોટ….
HOW TRUE!

“હું કરું હું કરું એ જ અજ્ઞાનતા”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: