સરવૈયુ

 

૪૨  વર્ષનો  અર્ક  આપની  સમક્ષ  રજૂ કર્યો

ત્યાં તો  વિચાર  સ્ફૂર્યો, ચાલ  મન  જીવનનું  સરવૈયુ  કાઢું.

સરવાળા             સદવર્તનના

બાદબાકી               ભૂલોની

ગુણાકાર                  પ્રેમનો

ભાગાકાર                ઈર્ષ્યા        વેરઝેરનો

આ   જીંદગીની  કિતાબનું  સરવૈયુ  કાઢજો

સરવાળાને  બાદબાકી  યોગ્ય  સ્થળે  માડજો

ગુણાકારને   ભાગાકાર  દ્વારા  સુલઝાવજો

બાળપણની  પ્રીતડીને  યુવાનીનું  ગાડપણ

પ્રૌઢાવસ્થામા  તેનું  લાવજો  નિરાકરણ

આ જીંદગી—-
સરવાળા—-
ગુણાકાર———

કર્યા કર્મો  પસ્તાવાને  ઝરણે  વહાવજો

નિતીમય  કાર્ય  દ્વારા  જીવન  દીપાવજો

આ  જીંદગી——- –
સરવાળા——-
ગુણાકાર———-

કર્યું  કશું  છૂપતું  નથી ચિત્રગુપ્તને  ચોપડે

માંહ્યલો  સદાયે  મુંગો  રહી  સાક્ષી  ભરે

આ  જીંદગી——–
સરવાળા——–
ગુણાકાર——–

આવાગમન  જીંદગીનો  અસ્ખલિત  પ્રવાહ  છે

જીંદગીની  ભવ્યતામાં  મૃત્યુ  ચીરવિદાય   છે

આ  જીંદગી——–
સરવાળા——
ગુણાકાર——-

4 thoughts on “સરવૈયુ

  1. કર્યું કશું છૂપતું નથી ચિત્રગુપ્તને ચોપડે

    ખુબ સાચ્ચી વાત…ાને ચિત્રગુપ્ત તો હજી દુર છે ..પણ આપણા મન રુપી ચિત્રગુપ્ત થી તો કાંઇ જ છુપુ નથી…

    જીંદગીની ભવ્યતામાં મૃત્યુ ચીરવિદાય છે

    પાછી મ્રુત્યુ ની વાત કરી આપે…આમે ગામફોઈ બનીને હુ દુ;ખી હોવ છુ ત્યાં એમાં આપ પણ આવુ લખો છોં..plsssssss મ્રુત્યુ ની વાતો ન લખો…

  2. સરવાળા અને ગુણાકાર જિંદગીમાં આવે તો બાદબાકી અને ભાગાકારની જરૂરત ન પડે. અને જો બાદબાકી અને ભાગાકાર આવે ત્યારે સરવાળા અને ગુણાકાર ભાગી જશે.

Leave a comment