વેદ શામાટે————–

1 04 2008

ca076hgj.jpg

જીવન એટલે  અનુભવની  હારમાળા. વેદનો  અભ્યાસ  આધ્યાત્મિક

અને  ભૌતિક  બંને  ભૂખ  સંતોષે  છે. આંતરિક  શાંતિ  બક્ષે  છે અને  સમૃધ્ધિના

શિખરે  બેસાડે  છે. વેદાંત  આપણું  બંધારણ  સમજાવે  છે. શાંતિ  અને  સુખની

પ્રાપ્તિ  દ્વારા  આનંદના  અમૃતનુમ  પાન કરાવે  છે. ભૂત, વર્તમાન  અને  ભવિષ્ય

કેમ  જીવાય  તેની પધ્ધતિસરની  જાણ  કરાવે  છે. મનુષ્ય  એટલે આત્મા  અને

પાર્થિવ  દેહનુ  મિલન  સ્થાન. આત્મા એટલે ,મન, બુધ્ધિ અને અહંકારનો  અદૃશ્ય

ત્રિવેણી  સંગમ. વિજળીના  પ્રવાહની  જેમ અદૃશ્ય  કિંતુ  સર્વત્ર  વરતાય. ત્રણેનુ

મિલન  સ્થળ  દેહ. તેના  વગર દેહની  કશીજ  કિંમત  નહી. જીંદગી  એના મિલન

દ્વારા  અનુભવોની  શાળ  પર  વણાતું વણાટકામ. લાગણીથી  ભરપૂર  હૃદય, પાંચ

જ્ઞાનેન્દ્રિય  અને  પાંચ  કર્મેન્દ્રિય  દ્વારા  સંચાલિત  આ  મધુરુ  જીવન.

વેદાંત  આ ખૂબ  સુંદર  રીતે  સમજાવવા  સમર્થ  છે. સમગ્ર  માનવજીવન

વૈવિધ્યપૂર્ણ  છે. તેનું  હરએક  પાસુ નવિનતમ  છે.કોઈ  ઉચ્ચ નથી,  કોઈ

નીચુ  નથી. સર્વ  સમાન  છે. દરેક  વ્યક્તિ  પોતાના  કર્મ  અનુસાર  જીવન

જીવે  છે.  જન્મ તેનું મૃત્યુ  નિશ્ચિત છે. દુનિયાનો  ક્રમ  છે  “બદલાવુ.” તે

ક્રમ  અનાદિ  કાળથી  ચાલતો  અવ્યો  છે. તેમા  મીનીમેખ કરવા  ખુદ ઇશ્વર

પણ  શક્તિમાન  નથી. સુખ  પછી દુખ, અમાસ  પછી  પૂનમ અને ભરતી

પછી  ઓટ. દરેક  આવી  મળતી  પરિસ્થિતીમાંથી  પસાર  થઈ  આગે  બઢો.

જ્ઞાન  દ્વારા  સંજોગોમા  પરિવર્તન  લાવી પ્રગતિ  સાધો.આનંદના  અધિકારી

બનો.  આખી  દુનિયા  લડાઈ  ઝઘડામા પ્રવૃત્ત છે. તેનુ  મુખ્ય  કારણ છે

આધ્યાત્મિકતાનો  અભાવ.  અજ્ઞાન  છતાં  જ્ઞાની  હોવાનો  દંભ. આસક્તિ

તેનું  પ્રમુખ  કારણ  છે.  સત્યને બુધ્ધિનો  આંચળો  ઓઢાડ્યો  છે. જો  ઘેટું

વાઘનું  ચામડું  પહેરી  વાઘના  ટોળામા  જાય  તો  કેટલીવાર  નિશ્ચિંત  ફરી

શકે? તમસ , રજસ  અને  સાત્વિક ગુણોનુ  એકબીજામા  પરિવર્તન આસાન

છે.સ્વની  ઓળખ  પ્રયત્ન દ્વારા  આસાન  છે.કોઈ કાંટાની  વાડ  તેને બાંધી

ન  શકે. આજનો  સમાજ  સ્વતંત્ર  છે. મરજી પ્રમાણે  જીવે  છે. સત્ય

જીવનમા  આવશ્યક છે. વેદાંત  ઉપરનું  વાંચન ,મનન અને અંતે  અમલ

એ  સુખ , શાંતિ  અને  આનંદની  અવધિમા સ્નાન કરાવવા  શક્તિમાન

છે. જો  સ્વમા શાંતિ  હશે  તોજ  દુનિયામા  તેનો  ફેલાવો  સરળતાથી

થશે. વેદાંતને જીવનમા  ઉતારો.  સત્યાતા  સભર  જીંદગી  જીવો. જુઓ

શાંતિ  અને  આનંદનુ  સામ્રાજ્ય  જણાશે.

વધુ————–

Advertisements

ક્રિયાઓ

Information

One response

2 04 2008
neeta

જો સ્વમા શાંતિ હશે તોજ દુનિયામા તેનો ફેલાવો સરળતાથી

થશે…

બસ સૌથિ સાચ્ચી વાત તો આ જ છે…
બીજુ બધુ હજી ૩,૪ વાર વાંચીશ પછી આ ફળદ્રુપ ભેજા મા ફીટ થાશેં.
પણ બહુ ગમે છે વાંચવું..
ખુબ ખુબ આભાર
મને નથી લાગતુ હુ ક્યારેય જિંદગી માં વેદ નાં બારામાં જાણી શકત..જો આપ ન લખત તો…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: