Happy Mother’s Day

9 05 2008

મિત્રો ,  માતૃદિન  આવે છે આ મહિનામા.
પિતૃદિન  છે  જૂનમા.

ચાલો ત્યારે માતાપિતા જે  સંબંધમા પતિ પત્ની છે તેમના
વિશે વિચારીએ.

 

પતિઃ   જો તમારી  પત્ની ને કોઈ ભગાડી જાય તો સજા ‘ભલે તે તેને રાખે.’

પત્ની :  જો પતિ બીજી જોડે લફરામા પડે તો ‘ટાઢે પાણીએ ખસ ગઈ.’
 

 

પતિઃ   જો  પત્ની   અનૂકુળ હોય તો અભિનંદન. નહી તો બની જાઓ
ચિતનકાર.

પત્ની :  જો પતિ અનૂકુળ હોય તો સોનામા સુગંધ ભળે.
 

પતિઃ  પત્ની   હંમેશા પ્રેરણાદાયી બને , કિંતુ પ્રગતિમા અવરોધો
પત્ની:  પતિ, પ્રગતિથી ખુશ, કિંતુ ઘરે આવે એટલે ‘ રસોઈ
તૈયાર છે?’

 
પતિઃ   સ્ત્રીને  શું  જોઈએ  છે?  (અનુત્તર)
પત્ની:   પતિ કેમ ખુશ રહે?     (અનુત્તર)
 

 

પતિઃ  કદીયે સવાલનો જવાબ હા કે ના મા નહી?
પત્ની:   હંમેશ બે વાર પૂછવાનું.
૧.  પૂછે ત્યારે વિચારમાંથી  જાગે.
૨.  સાંભળીને  વિચારમા  પડી જાય.
 

 

બંનેને  અનૂકુળઃ
દર અઠવાડિયે ઓછામાં ઓછું એકવાર બહાર જમવા જવાનું.

પતિ શનિવારે.  પત્ની:  રવીવારે.
ખૂબ સહેલી  તરકીબઃ

જો તમારા ખાતામા બહુ પૈસા કૂદતા હોય અને તેને અડધા કરવા
હોય તો તરત પરણી  જાવ.

 

બિચારો પતિઃ  લગ્ન પછી એકવાર મોઢું ખોલે જ્યારે વિરોધ યા ઝઘડો
થવાનું ટળે.
બગાસુ ખાય ત્યારે.

 

લગ્ન પછી ‘છૂટાછેડા’ના  મહાવ્યાધિથી બચવું હોય તો ખોટા હોય
ત્યારે હાર સ્વિકારવી અને સાચા હોય ત્યારે મૌનવ્રત પાળવું.

 

લગ્ન પછી પતિ  પત્ની:  સિક્કાની બે બાજુ છે. કદી એકબીજાની
આંખમા આંખ પરોવી જોયા વગર એક બીજાની સાથે રહે છે.
બાળકો, તેઓ સંભંધમા પતિ  પત્ની:  છે પણ યાદ રહે તમારા માતાપિતા.
તે બંન્ને તમોને પ્રાણથી પણ અધિક ચાહે છે.
એમાં એકમત છે.
માતૃદેવો ભવ.
પિતૃદેવો ભવ.

 

 

On Mother’s Day TRIBUTE  to MOM

 

 

She   Continues  the  Legacy

Educates the  Present

and    Builds the Future


ક્રિયાઓ

Information

7 responses

9 05 2008
સુરેશ જાની

મજા આવી ગઈ. મને વીનોદ બહુ જ ગમે છે.

પણ માફ કરજો – જોડણીની ભુલો નથી ગમતી – રીડ ગુજરાતી પર મારી કોમેન્ટ વાંચશો અને મુક્ત મને વીચારશો તો આનંદ થશે.

http://www.readgujarati.com/sahitya/?p=1975#comment-274592

9 05 2008
nilam doshi

હાસ્યાય નમ: ! enjoyed….

9 05 2008
DR. CHANDRAVADAN MISTRY

Enjoyed your post just before the MOTHER’ DAY……
DR. CHANDRAVADAN MISTRY.
http://www.chandrapukar.wordpress.com

9 05 2008
NEETAKOTECHA

wahhhhhhhhh khub saraas maja aavi gai

10 05 2008
વિશ્વદીપ બારડ

happy mother day! looking forward for fatherday!! ha! ha!

10 05 2008
Pinki

nice one……..
happy mother’s day !!

10 05 2008
pragnaju

મજા આવી
માતૃદેવો ભવ માતૃદેવો ભવ
પરમ એ મંત્ર છે માન મારું.
મર્મને સમજતાં તોડ તાળું,
શાંતિમાં સ્નાન કર સુખમહીં મગ્ન ફર
પામશે સિદ્ધિનું સ્થાન ન્યારું…
દેવ બીજા વસે વિશ્વમાં આ
કિન્તુ પ્રત્યક્ષ છે દેવ માતા,
દેવદેવેશ એ પ્રગટ અખિલેશ છે
નિત્ય આરાધ ને પામ શાતા…
તીર્થમાં વાસ કરતો વિચરતો
તીર્થ જંગમ પરમપુનિત માતા
લક્ષમાં લેશ એ જ્ઞાનને ધાર તો
મુક્ત બનશે મધુર મુક્તિદાતા…
કામધેનુ સદા સેવ સ્નેહે,
ત્રુટિ કદીયે રહેશે ન કેમે
પૂર્ણ પરિતોષથી અચળ અનુગ્રહથકી
ક્ષતિ રહેશે નહીં યોગક્ષેમે…
HAPPY MOTHER’S DAY TO U-2

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: