ઘર ઘર રમીએ

30 08 2009

હું બોલાવું તું આવ આપણે ઘર ઘર રમીએ

એકલા થાકી જવાય ચાલને ઘર  ઘર રમીએ

મનને મનાવ્યું, દિલને સમજાવ્યું આપણે ઘર ઘર  રમીએ

એકલતા કેમ દૂર થાય ચાલને ઘર ઘર રમીએ

યાદોથી ભીંતો ધોળાવી આપણે ઘર ઘર રમીએ

હોંશભેર આંગણું સજાવ્યું ચાલને ઘર ઘર રમીએ

તારા પગરવનો સાદ સુણાય આપણે ઘર ઘર રમીએ

કાને વહાલ ભર્યા શબ્દ અથડાય ચાલને ઘર ઘર રમીએ

ભૂલકાંઓથી ઘર ગુંજાય આપણે ઘર ઘર રમીએ

તારી યાદોંથી હૈયું ભિંજાય ચાલને ઘર ઘર રમીએ

વહાલની હેલીમાં ભાન ભૂલાય આપણે ઘર ઘર રમીએ


ક્રિયાઓ

Information

7 responses

31 08 2009
neetakotecha

mare pan ramavu che …,mari sathe ramsho…mane ramdasho ke…nanpan yad aavi gayu..

1 09 2009
વિશ્વદીપ બારડ

તારી યાદોંથી હૈયું ભિંજાય ચાલને ઘર ઘર રમીએ

વહાલની હેલીમાં ભાન ભૂલાય આપણે ઘર ઘર રમીએ
sundar bhavo..

1 09 2009
pragnaju

‘ચાલો ઘર ઘર રમીએ.’
એવું આપણે બધા બાળપણમાં નદીને કાંઠે કે તળાવને કાંઠે
કાદવ કે રેતીનું ઘર બનાવી બોલતા હશું.
‘ઘર’ શબ્દ યાદ આવે અને તરત ત્રિભુવન વ્યાસની અને
મણિલાલ દેસાઈની કવિતા યાદ આવે છે.

6 09 2009
ghanshyam vaghasiya

વહાલની હેલીમાં ભાન ભૂલાય આપણે ઘર ઘર રમીએ
ચાલો આપણે ઘર ઘર રમીએ

3 05 2010
ઘર ઘર રમીએ! « જગદીશ ક્રિશ્ચિયન – દશાની દિશા

[…] પ્રવિણાબેન શાહની કવિતા […]

3 05 2010
pravina Avinash

It is written by Pravina Kadakia

5 02 2018
jagadishchristian

પ્રવિણાબેન નમસ્તે. કુશળ હશો. લાગે છે કે તમે ફક્ત રચનાનું મથાળું જોઈને એ કહેવા માંગો છો કે મેં તમારી રચના ચોરીને મારા બ્લોગ પર પ્રકાશિત કરી છે. લાગે છે તમે એ લિન્ક ખોલીને મારી રચના વાંચી નથી. ફક્ત શિર્ષક જોઈને જ તમારું અનુમાન કરી લીધું છે. જો તમે જોયું હોત તો ત્યાં મારી રચનાની નીચે જ “ઘર ઘર રમીએ” વિષય પર લખાએલ લેખ અને કવિતાની લિન્ક આપેલી છે જેમાં એક લિન્ક તમારી રચનાની પણ છે જ. મારી ગઝલનો રદીફ “ઘર ઘર રમીએ” છે એટલે ગઝલનુ શિર્ષક એ રાખ્યું છે. શિર્ષક સિવાય તમારી રચના અને મારી રચના એકદમ અલગ છે. કૃપા કરી થોડો સમય ફાળવીને નીચેની લિન્ક ખોલીને જોઈ લેશો તો તમારો સંદેહ દૂર થઈ જશે. આભાર.

https://jagadishchristian.wordpress.com/2010/05/02/%e0%aa%98%e0%aa%b0-%e0%aa%98%e0%aa%b0-%e0%aa%b0%e0%aa%ae%e0%ab%80%e0%aa%8f/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: