વંદન તેને

18 09 2009

કોલેજની પદવી પ્રાપ્ત કરી તે ૨૧ વર્ષનો જુવાન “યોગ” વીશે ભણવા પ્રશાંતિ કુટિરમા આવ્યો હતો. ભારતમા રહેવું ,ભરતના ભિન્ન ભિન્ન રાજ્યોના યુવકોનો સંગ માણવો એ એક લહાવો છે.

કુદરતની મહેર વરસી અને તે લહાવો મેં એક વર્ષ માણ્યો. આજે પણ આંખ બંધ કરું ને હું બેંગ્લોર પહોંચી જાઉં છું. વિરલ તેનું નામ, ગુજરાત તેનું ગામ. માસ્ટર્સ યોગમા ભણી તેને પોતાની કારકિર્દી બનાવવી હતી. ખુબ જ સોહામણો યુવાન, તેની સાથે વાત કરવાની મને ખૂબ મજા આવતી. ભણવામા ખૂબ હોંશિયાર હતો. કિંતુ ગુજરાતમા, ગુજરાતીમા ભણ્યો હતો તેથી થોડી તકલીફ પડતી હતી. જ્યારે પણ તે ગુમસુમ દેખાય ત્યારે તેની સાથે વાત કરી તેને હસાવવાનો મારો પ્રયત્ન રહેતો.

વિરલ ખૂબ લાગણીવાળો અને ભણવામાં હોંશિયાર હતો. અમેરિકા વિશેના જાતજાતના સવાલ મને પૂછતો.. અપણા ભારતિય બાલકોને અમેરિકા વિશે ખૂબ જાણવાની ઈંતજારી હોય એ સ્વાભાવિક છે. તેના બધા પ્રશ્નોના જવાબ સંતોષપૂર્વક આપવાનો મારો પ્રયાસ રહેતો. મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનતી. અમેરિકાના લાંબા વસવાટને કારણે મને આપણા દેશમાં રહેવાનું ખૂબ ગમતું. અંહી કોઈ પારકા ન લાગતા. માટીની સુગંધ અને યોગની યુનિવર્સિટિનું વાતાવરણ મને હમેશા પ્રફુલ્લિ રાખતાં. ઈશ્વરનો આભાર હરપળ માનતી, આવી સુંદર તક ઉભી કરવા બદલ. એક દિવસ મને અમેરિકા યાદ આવ્યું ન હતું. હા, બાલકો યાદ આવે પણ તેઓ ફોન પર મળતાં !

આન્ટી,  આજે મારા મમ્મીને જરા ઠીક નથી. મેં તેને પ્રેમથી પાસે બેસાડ્યો. ખબર પૂછ્યા. કહે,’ મારા મમ્મી છેલ્લા ૨૦ વર્ષથી નોકરી કરે છે. પપ્પા પણ નાનો ધંધો કરે છે. અમે બે ભાઈ છીએ નાનો ભાઈ મારાથી ૪ વર્ષ નાનો છે. આન્ટી ‘હું ક્યારે ભણી રહીશ જેવો કમાવા માડીશ કે મારી મમ્મીને કહીશ ,’મા હવે તું આરામ કર.’ હું માસ્ટર્સનું ભણ્યો હવે સારા પૈસા કમાઈશ તારે નોકરી કરવાની જરૂર નથી.’ તારો મોટો દિકરો કમાતો થઈ ગયો છે. આ શબ્દો ભારતમા રહેતા ભારતિય યુવાનના જ હોઈ શકે——. મારું મસ્તક તેને વંદન કરતું નમી પડ્યું.

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

18 09 2009
pragnaju

અમારા પણ વંદન
…… પણ આ ભારતિયના જ હોઈ શકે તે સાથે સંમત નથી
ઘણા વિદેશીઓ પણ આવી લાગણીવાળા જોયા છે

18 09 2009
Neela

દેશી હોય કે વિદેશી લાગણી તો લાગણી જ રહેવાની ને?

18 09 2009
સુરેશ જાની

સરસ વાત. માનવ સ્વભાવ બધે સરખો જ હોય છે.

सर्वजातिषू चाण्डालाः, सर्व जातिषू ब्राह्मणाः
ब्राह्मणेष्वपि चाण्डालाः , चाण्डालेष्वपि ब्राह्मणाः ।

21 09 2009
vijayshah

saras sanskaar!

30 09 2009
neetakotecha

bhagvan jaldi ene kamyabi aape ane jaldi e eni mummy ne sukh aape..bas paisa hath ma aave pachi e badlai na jay evi prabhu ne prarthna..

23 10 2009
Dharnidhar.Thakore

સન્સકાર સારા મળ્યા હોય તો પઇસા આવે પણ સ્વભાવમા ફરક ન પડે પણ જો પત્ની સ્વાર્થી મળે તો કલ્યાણ થઇ જાય!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: