કાના રાસે રમવા ને આવ

1 10 2009

શરદ પૂનમની રાતડીને નિરખું તારી વાટ

કાના રાસે રમવાને આવ

નીતરે નભેથી દૂધમલ ચાંદનીને સજ્યામેં સોળ શણગાર

કાના રાસે રમવાને આવ

ઓઢું હું શ્વેત ઓઢણીને કેશમાં મોગરાનું ફૂલ

કાના રાસે રમવાને આવ

ગોપીઓનું વ્રંદ ટોળે મળ્યુંને ઈંઢોણી જમુના ઘાટ

કાના રાસે રમવાને આવ

આજની ઘડી રળિયામણીને ચંદ્ર ચડ્યો આકાશ

કાના રાસે રમવાને આવ

તારા કામણે મુને ઘેલી કીધી ભૂલી હું ઘરને બાર

કાના રાસે રમવા ને આવ

રાસ રમંતા થમે રાતડી ને થાકું ન હું પળવાર

કાના રાસે રમવાને આવ

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

1 10 2009
વિવેક ટેલર

સુંદર રચના…

2 10 2009
pami66

Thanks jay shree krishna pravina Avinash

3 10 2009
pragnaju

સુંદર
સર્જનની દરેક પ્રક્રિયા અહીં શ્રીગણેશથી થાય છે પણ શ્રીકૃષ્ણને સ્પશ્ર્યા વગર રહેતી નથી. કૃષ્ણના બહુઆયામી વ્યકિતત્વમાં અમર્યાદિત પ્રેરણા સંતાયેલી છે. કોઈ એમની વાંસળીથી પ્રેરાય છે તો કોઈકને ચક્ર શકિત આપે છે. કલાકારોને પ્રેરિત કરનારી એમની રાસલીલા લંપટોને સુવિધાજનક બહાનું પ્રદાન કરે છે.
તમારી દિશા એના પરથી નક્કી થશે કે તમે એમની સરાહના કરવા બેઠા છો કે એમની ટીકા કરવા. એ પણ કૃષ્ણની જ લીલા છે કે શેઠ શાહુકારો એમને સૌથી મોટા મહાજન માને છે અને સર્જનશીલ વ્યકિત પોતાના ઇષ્ટદેવ. સમાજમાં નૈતિકતાના રેસા સાથે રમત કરનારાઓ પણ રાધા-કૃષ્ણના ઉદાહરણનું ઓઠું લે છે. જેમ રાસમાં દરેક ગોપીને લાગતું કે કૃષ્ણ એની સાથે જ નત્ય કરે છે, એ જ રીતે શ્રેષ્ઠતમ તથા છેલ્લી પાયરીના માણસને લાગે છે કે એના દરેક પગલા પર શ્યામની મહોર લાગેલી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: