પુછી પુછીને થતો હશે પ્રેમ.

તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું,
તારા હૃદયનો શ્વાસ બનવા તૈયાર છું,
તુ જો આવીને મને સજીવન કરે,
તો હું રોજેરોજ લાશ બનવા તૈયાર છું.

દિવસો બદલાયા અને રાતો પણ બદલાઈ ગઈ,
એક એક કરતા બધાની નજરો પણ બદલાઈ ગઈ,
મળ્યા કેટલાય મોકા બદલાવાના પણ,
તમને યાદ કરવાની આદત કદી ના બદલાઈ.

જરા આંખ ખોલો થોડી ઉજાસ મોકલું છું,
ફુલોના રંગ તમારી આસપાસ મોકલું છું,
ના વિચારો કે ભુલી જઈસું તમને,
નિભાવશુ સાથ સદા શબ્દોથી વિશ્વાસ મોકલું છું.

વિશ્વાસની એક દોરી છે આ પ્રેમ,
યુવાન હૈયાની આ મજબુરી છે આ પ્રેમ,
ના માનો તો કાંઈ નથી પણ માનો તો,
દ્વારકાધીશની પણ મજબુરી છે આ પ્રેમ.

સંબંધો આપણા સચવાય એવું કરજો,
વફાના ફુલો ના કરમાય એવું કરજો,
બહુ ઓછી મુલાકાતોમાં બંધાય છે સંબંધો,
પણ જીંદગીભર ના ભુલાય એવું કરજો.

કોઈ કોરા સમય સાથે સાંકળી લેજો અમને,
જો હોય મહત્વ અમારૂં તો યાદ કરી લેજો અમને,
માન્યું કે જીંદગીના રસ્તા હશે ઘણા લાંબા,
ક્યાંક મળીયે તો ઓળખી લેજો અમને.

જાણે કેમ અમારી યાદ જુની થઈ ગઈ,
તમારી યાદ માં અમારી આંખ ભીની થઈ ગઈ,
એવી તે કઈ વાથ થઈ ગઈ,
કે તમને અમારી યાદ આવતી જ બંધ થઈ ગઈ.

સાગર પુછે રેતીને, ભીંજવું તને કે કેમ?
સાગર પુછે રેતીને, ભીંજવું તને કે કેમ?
રેતી મનમાં રોઈ પડી, આમ કંઈ

પુછી પુછીને થતો હશે પ્રેમ.

કોઈને પ્રેમની ખબર નથી હોતી,
તો કોઈને પ્રેમની અસર નથી હોતી,
બહુ થોડાને મળે છે સાચો પ્રેમ,
પણ મળે તેને પ્રેમની કદર નથી હોતી.

સમય સાથે બધુજ વહી જશે,
માત્ર પ્રેમભરી યાદો રહી જશે,
હોઠો પર ના લાવો તો કંઈ નહીં,
અમને ખબર છે કે દિલમાં નામ જરૂર રહી જશે.

પંખીની જેમ એક દિવસ ઉડી જાસુ,
સાથે વિતાવેલી પળો સમેટીને લઈ જાસુ,
ભીંજવીને તમારી આ સુંદર આંખો,
ફક્ત સોનેરી યાદો છોડીને જાસુ.

દરેક શબ્દમાં બહુ ફરક હોય છે,
ટૂંકા વાક્યોને પણ ઘણા અર્થ હોય છે,
એક પણ સવાલ સહેલો હોતો નથી,
અને આપેલા જવાબમાં પણ પ્રશ્નાર્થ હોય છે.

ક્યારેક આ જીંદગી હસતા મુકી દે છે,
ક્યારેક આ જીંદગી રડતા મુકી દે છે,
ના પૂર્ણવિરામ સુખોના, ના પૂર્ણવિરામ દુઃખોના,
બસ જ્યાં જુઓ ત્યાં અલ્પવિરામ મુકી દે છે.

Unknown Writer


7 thoughts on “પુછી પુછીને થતો હશે પ્રેમ.

 1. પંખીની જેમ એક દિવસ ઉડી જાસુ,
  વંચાયેલી ગઝલો સમેટીને લઈ જાસુ,
  ભીંજવીને તમારો આ સુંદર બ્લોગ,
  ફક્ત સોનેરી કોમેન્ટો છોડીને જાસુ.
  લી.પ્રફુલ ઠાર
  http://www.prafulthar.wordpress.com
  prafulthar@live.co.uk

 2. મઝાની રચના
  તુષારની જાણીતી રચનાની પ્રતિકૃતિ લાગે છે
  દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
  એમ પૂછીને થાય નહીં પ્રેમ.

  ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
  આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
  ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
  એમ પૂછીને થાય નહીં પ્રેમ.

  ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
  મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી.
  મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
  એમ પૂછીને થાય નહીં પ્રેમ.

 3. યેસ..પ્રજ્ઞાબહેનની વાત સાચી છે.તુષાર શુકલની બહું જાણીતી પંક્તિ છે..

  સાગર પુછે રેતીને, ભીંજવું તને કે કેમ?
  સાગર પુછે રેતીને, ભીંજવું તને કે કેમ?
  રેતી મનમાં રોઈ પડી, આમ કંઈ

  પુછી પુછીને થતો હશે પ્રેમ.

  આ પંક્તિમાં એનો જ પડછાયો દેખાતો નથી ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: