સ્ત્રી

11 12 2009

સ્ત્રી વિશે ઘણું વાંચ્યું, ઘણું સાભળ્યું. હવે તો કાન પાકી ગયા અને

આંખો દુખી ગઈ. શું ખરેખર ૨૧મી સદીમા સ્ત્રીને આટલું બધું સહેવું

પડે છે. હું પણ એક સ્ત્રી છું. ના, હવે ગંગા ઉલટી વહે છે. તે હિમાલય-

થી નિકળી સાગરને મળવા જતી નથી.

હા, આપણા દેશમા સ્ત્રીને સતી થવાનો રિવાજ હતો. જે રાજા રામ-

મોહનરાયના પ્રતાપે તેના પર પ્રતિબંધ આવ્યો. આજની સ્ત્રી અત્યાચાર

અને અન્યાય સામે માથું ઉચકી ગૌરવભેર જીવવા શક્તિમાન છે. તેની

પ્રતિભા ખૂબ વધી ગઈ છે. તે પુરુષોની સાથે ખભે ખભા મિલાવી કામ

કરવામા કુશળ પુરવાર થઈ છે. છતાં પોતાનું સ્ત્રીત્વ જાળવી રાખવામા

સફળતાને વરી  છે. તેને તેની કાર્યક્ષમતાની પૂરી જાણકારી છે.

રામે સીતાને ત્યજી હતી છતાં તેના મનમાં રામ પ્રત્યે કભાવ ન હતો.

મીરા ઝેરનો પ્યાલો પી ગઈ અને કૃષ્ણમય બની ગઈ. દ્રૌપદી ભર સભામા

કહી શકી ” હારેલા મારા પતિ એ મને દાવમા કેવી રીતે મુકી.”  સ્ત્રીત્વનું

સ્વાભિમાન રાખી આ સ્ત્રીઓ જીવી.

આજે જ્યારે દહેજ અને વાંકડા જેવી રૂઢીચુસ્તતામાં સમાજ અટવાયો છે,

ત્યારે સ્ત્રીને વસ્તુ સમજી તેનો વેપાર શા કાજે?  જ્યારે યુવાન છોકરીને મોઢે

સાંભળવા મળે છે કે માબાપને અમારે ખાતર નહી વેચાવા દઈએ. અમને ભણાવ્યા

ગણાવ્યા સારા સંસ્કાર આપ્યા, બસ આનાથી વધુ અમને કાંઈ ન ખપે.

સ્ત્રીએ પુરૂષને જનમ આપ્યો એ જ પુરૂષ તેની ઈજ્જત ન કરે અને તેને સન્માન

ન આપે તેમા કોનું નીચું દેખાય છે. સામાન્ય બુધ્ધિથી વિચારવા જેવો સીધો અને સરળ

પ્રશ્ન છે.સ્ત્રીનો જો સહુથી મોટૉ શત્રુ હોય તો તે બીજી સ્ત્રી જ છે. વહેમ, ઈર્ષ્યા અને અહંકાર

તેને સતાવે છે. સ્ત્રી જેટલી લાગણીશિલ છે તેટલીજ અદેખાઈ અને સ્વાર્થથી ભરેલી પણ

છે.

વર્ષોનો અનુભવ અને ચારેબાજુ સમાજમા નિરિક્ષણ, આ લેખ લખવાને પ્રેરાઈ છું. કોઈની

લાગણી દુભાવવાનો વિચાર સરખો પણ નથી. નાની ચાર વર્ષની બાળાથી માંડીને યુવાન

છોકરીઓ સાથે રહેવાનો અવસર પ્રાપ્ત થયો હતો. સમવયસ્ક સાથે તો હંમેશનું પાનુ પડ્યું છે.

હું એકની એક મારા અગણિત રૂપ છે.

રૂપ રંગમા નહી ફરક પણ ભિન્ન તેનો રુબાબ છે.

Advertisements

ક્રિયાઓ

Information

One response

11 12 2009
pragnaju

યુગોથી સ્ત્રી-પુરૂષના સંબંધોને જેટલા રોકવા કે ટોકવામાં આવે છે એટલા એ વઘુ પ્રબળ અને વિદ્રોહપૂર્ણ બનતા જાય છે. સલીમ અને અનારકલી હોય, લૈલા અને મજનૂ હોય કે હીર-રાંઝા જેવા હજારો સાચા પ્રેમથી ધબકતાં હૈયાં હોય અથવા માત્ર શારીરિક આકર્ષણથી જન્મેલો પ્રેમ લઈને જીવતાં અસંખ્ય યુવક-યુવતી હોય પણ એ સંબંધને જો સ્વસ્થ, સુવાસિત અને સચ્ચાઈભર્યો બનાવવો હશે તો પરિવાર અને સમાજના લોકોએ પોતાનો દ્રષ્ટિકોણ બદલવો પડશે. અમુક ઉંમર થાય એટલે દીકરા-દીકરી કે બહેનને ઉદાર દ્રષ્ટિથી જોતાં શીખવું પડશે. જે પરિવારમાં આવી સમજપૂર્વકની છૂટ મળે છે એની આ વાત નથી પણ જ્યાં હજુ પણ વઘુ પડતું બંધન, શંકાશીલ નજરથી જોવાની આદત કે દીકરા -દીકરીને વારંવાર ટોંક્યા કે ટપાર્યા કરવાની પરંપરા છે તે પદ્ધતિમાં હવે સમયસર ફેરફાર કરવામાં નહીં આવે તો જે આપણે નથી ઇચ્છતા તે છાના ખૂણે પણ વધારે ને વધારે વકરતું જશે. જે સહજ છે તેને અટકાવવું અશક્ય છે. સમજપૂર્વકની છૂટ નહીં આપો તો સામા થઈને કે છાના ખૂણે પણ છૂટ લેવાતી જ રહેશે.
ક્રાન્તિબીજ
આદમી કો આદમી બનાને કે લિયે
જિંદગીમેં પ્યાર કી કહાની ચાહિયે,
ઔર કહને કે લિયે કહાની પ્યારકી
સ્યાહી નહીં, આંખો વાલા પાની ચાહિયે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: