આક્રમણ—–!

22 03 2010
invasion

invasion

આજે સિમંતનો પ્રસંગ છે. ભલેને પહેલી અપ્રિલ હોય.

જો જો માનતા કે અપ્રિલ ફુલ બનાવુ છું. ટેલિવિઝન

અને કમ્પ્યુટર નો પહેલો પ્રસંગ. વાત ખાનગી છે

પણ તમે ઘરના રહ્યા તેથી કહું છું તેમેને જોડિયા

બાળક આવશે. સેલ ફોન અને આઈ પેડ.

હવે જો જરા પણ અતિશયોક્તિ લાગતી હોય તો

કહેવાનું ચૂકશો નહી. ૨૧મી સદીમા આ અક્રમણ

સહુને સદી ગયું છે, તેનો કોઈ જ વિરોધ નથી.

પણ ઘરે ઘરે જશન મનાવાય છે. સવાર, સાંજ ,

રાત કે મધરાત કશું જ જોવાતું નથી. તેની લત

દરેક વ્યક્તિને અલગ અલગ માત્રામા લાગી છે.

કોઈ જ તેનાથી બાકાત નથી. અરે બાળકો માટે

તો કાયદા ઘડવા પડે છે. નહિતર ખતરનાક

પરિણામ આવે. કાં તો તેઓ ભણે નહી યા

ઈંટર્નેટ દ્વારા ખોટે રવાડે ચઢી જાય. પત્ની ને

તો ઘણીવાર શોક્ય લાગે. ખેર આની ચર્ચા

વધુ લાંબી કરવામા મઝા નથી.

અરે, મહમદ ગઝની અને મોગલોના આક્રમણને પાછું

ઠેલી શક્યા  હોત. અંગ્રેજોને ભારતાં પગપેસારો કરવા

ન દીધો હોત! પણ આ કમપ્યુટર દ્વારા થયેલા ચારે દિશાના

આક્રમણમાંથી કોઈ માઈનો બચ્ચો બચી શક્યો નથી. ૮૦ કે

૯૦ વર્ષે કમપ્યુટરની લતે વળગેલા આ પાપી આંખે નિહાલ્યા છે. \

કોઈક વિરલા તેમાંથી છટકવા પામ્યા છે. તેમની સંખ્યા આંગળીના

વેઢે ગણી સકાય તેટલી નજરે ચડે છે !

આ તો ઘર ઘરની કહાની જેવા હાલ છે.

એસ એમ એસ ,ટેક્સ્ટીંગ શું શું ગણાવું. ખેર

આપણે બધા જ તેનાથી ટેવાયેલા છીએ અને

વાયરા પ્રમાણે દિશા બદલનાર માનવ સ્વભાવે

આ આક્રમણનું ખુલ્લા દિલે સ્વાગત પણ કર્યું છે.

વધુ શું લખું. સમજદાર વાચક મિત્રો માટે

આટલું પૂરતું છે—————– અસ્ત

Advertisements

Actions

Information

2 responses

22 03 2010
nilam doshi

સરસ અને સાચી વાત..આ આક્રમણને ખાળી શકવું આસાન નથી રહ્યું. સિવાય કે માબાપ પોતે…..

23 03 2010
pragnaju

‘વાયરા પ્રમાણે દિશા બદલનાર માનવ સ્વભાવે
આ આક્રમણનું ખુલ્લા દિલે સ્વાગત પણ કર્યું છે.’ એજ સહજ છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: