“કળા”

    “સાંભળવું” એ એક કેળવવા યોગ્ય કળા છે.

કળા ને ખૂબ વિસ્તાર પૂર્વક સમજવાનો પ્રયાસ કરીએ. જ્યાં સુધી મને

ખ્યાલ છે ત્યાં સુધી ‘૬૪’ કળા આપણા શાસ્ત્રમાં વર્ણવવામા આવી છે.

દાઃતઃ સંગીત, નૃત્ય, ચિત્ર, વિ. વિ. વિ.

                 કિંતુ સાંભળવાની કળાનું ઉલ્લેખન ક્યાંય પણ થયું હોય તેવું

યાદ નથી. આપણે સહુ મિત્રો કોઈ વાનપ્રસ્થમા યા યુવાનીમા યા

આધેડ અવસ્થામા પ્રવેશેલા છીએ. છતા પણ આ કળા કેટલાની વરી

છે એ એક ગુહ્ય પ્રશ્ન છે.  મને લાગે છે આપણે  સહુ આ સાથે સમંત

હોઈશું?

         જુવાન બાળક કાંઇ પણ કહે તે ધ્યાનથી સાંભળવું એ ખૂબ અગત્યનું

છે.  અરે જુવાન દિકરો યા દિકરી શું નાનું બાળક  કાંઈ કહે તે સાંભળવાની  

પણ પૂર્ણ તૈયારી રાખવી જોઈએ. તેમના મનનું સમાધાન તે જ તો તેમની

પ્રગતિનું એંધાણ.  તેઓ પ્રશ્નના જવાબની આશા આપણી પાસેથી ન સેવે તો

ક્યાં શોધે.

           ધિરજ પૂર્વક સાંભળવાથી તેમની લાગણીને ઠેસ પહોંચતી નથી અને

વિશ્વાસનું વાતાવરણ સર્જાય છે. બહુ બોલનાર અને વધુ પડતો ખાનાર બંને

જલ્દીથી અણગમતા બનતા હોય છે. જ્યારે ધિરજ પૂર્વક સાંભળનાર સઘળે

સ્થળે આદરણીય હોય છે. મિત્રની યા અન્યની વાત સાંભળી જો પૂછવામા આવે

તો જ અભિપ્રાય દર્શાવવો, વરના ‘મૌનં પરમ ભૂષણમ’.      

        આ કળામા ‘પતિદેવો’ ખૂબ નિષ્ણાત હોય છે. પત્નિની કોઈ પણ વાત કાને ન

ધરવી. ખેર ઘર ઘરમા આ હવા ચાલે છે. ઘણી વખત તેનાથી સર્જાતા સારા યા

નરસા પરિણામથી આપણે સહુ વિદિત છીએ.   

                આ કળાના સમાન હકદાર સ્ત્રી અને પુરુષ બંને જો સુગમતાથી વર્તે તો

આજે સમાજમાં જે પ્રલય ફેલાયો છે તે કાબૂમા આવવા સમર્થ છે. એ પ્રલયને

“છૂટાછેડા” નામ આપીશ તો અતિશયોક્તિ નહી લાગે!

7 thoughts on ““કળા”

 1. જે વ્યકતિ તમારી ચિંતા-મુંઝવણ સાંભળવા માંગતી હોય તો તરત જ તે તક ઝડપી લેવી જોઇએ. … ધિરજ ના ફળ મીઠાં હોય માટે ક્યારેય ઉતાવળ કરવી ન જોઇએ. ઉતાવળે કામ કરવાથી કામ બગડે છે.આખુંય વિશ્વ કેવળ વિશ્વાસ પર ચાલે છે. હંમેશા લોકોનો વિશ્વાસ જીતતા શિખો. જ્યારે જ્યારે તમે કોઇ પણ મુંઝવણમાં હો તો તમે તમારા મનની વાત તમારાવિશ્વાસુ કહો જેનાથી તમારા મનનો બોજો થઇ જશે.જે વ્યકતિ તમારી ચિંતા-મુંઝવણ સાંભળવા માંગતી હોય તો તરત જ તે તક ઝડપી લેવી જોઇએ.આમ કરવાથી તમારી ચિંતા ઓછી થઇ જશે.મન પર ભાર હોઇ ત્યારે હંમેશા મનભરીને રોઇ નાખો.તેનાથી મન હલકુ ફુલકુ બની જાય છે અને ગમે તેવા દુખદ પ્રસંગો ભુલી જવાય છે.અમેરિકન શિક્ષણશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર મિત્રો સાથે સુખ દુ:ખ વહેચનાર લોકો અન્ય લોકોની તુલનામાં વધુ સફળ અને સુખી હોય છે.

 2. શ્રી પ્રવીણ બહેન,

  સાંભળવાની કળા ઉપર સુંદર સમજ .

  સાંભળવું અને બોલવું એ માનવ જીવનની મહત્વની કળા છે.

  પણ આબન્ને કલાઓ ક્યારેક વરવું પરિણામ સર્જે છે કે જયારે

  ના બોલવાનું બોલે અને ન સાંભળવા જેવું સાભળે.

  ખુબ જ સરસ.

 3. stri ane purushnu vivahit jivan shathe vitave tyre pan te bannena deh juda hoy che, pan sanskar prmane man jodavani koshish kre che. pan sanjog anusar badhaj safal ke asafal hoy.pan jo safal vivahit jivan to ek bijane shantithi shambhline, smjine pramath jivan sathio kharekhar safal bni shke che. to j jivan mheki uthe ej sachu jivan che.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: