ગુજરાતીમા અંગ્રેજી.

9 04 2010

હજુ પણ યાદ છે બાળકો નાના હતા ત્યારે એમને શાળાએથી ઘરે આવવાનો સમય થાય ત્યારે કોઈ પણ કારણ સર મોડું ઘરે પહોંચવાનું હું પસંદ કરતી નહી. ગમે ત્યાં ગઈ હોંઉ બાળકોના આવવાના સમયે હું ઘરે આવી પહોંચુ. ઘણીવાર બહેનપણીઓ કહેતી ‘સિન્ડ્રેલા ના રથની જેમ તારો રથ પાછો કોળું નહી થઈ જાય’ બારના ટકોરે તેને ઘરે પહોંચવું પડે તેમ.  છતાં પણ જો કોઈ વાર સંજોગો એવા હોય કે કદાચ હું સમયસર ન પહોંચુ તો બાળકો માટે સૂચના દરવાજા પર ચોંટાડીને જતી. લખવાની ભાષા અંગ્રેજી , પણ લખાણ હોય ગુજરાતીમા. તેઓને ગુજરાતી વાંચતા આવડતું ન હતું.. આ વીસ વર્ષ પહેલાની વાત છે.

   હવે માણો આજની કૃતિઃ    .

  “ગુજરાતી આખલો અંગ્રેજીમા બાખડ્યો
  

 છત્તોપાટ પડ્યો ભાષાનો વાટ્યો ભાંગરો” 
 

 “કવિ છું, શાયર છું, લેખક છું  (સામાન્ય વ્યક્તિ છું.)
 

ગુજરાતી અંગ્રેજીનું મિશ્રણ લખું છું

    નથી ન્યાય દેતો હું ગુજરાતીને

    ખુલ્લેઆમ ઘાયલ કરું અંગ્રેજીને”
  

 ‘અંગ્રેજો ગયા અંગ્રેજી છોડી ગયા

 ગુજરાતીમા ફાંફા અંગ્રેજીમા લોચા થયા

   ન ઘરના ન ઘાટના રવડી પડ્યા

  સત્ય અને મિથ્યામા સલવાઈ પડયા”.


ક્રિયાઓ

Information

3 responses

9 04 2010
neetakotecha

kyay na nathi rahya…

9 04 2010
Kirit Modi

It is so true! You expressed MY feelings very well!

14 04 2010
સુરેશ જાની

મારો દોહિત્ર ગીતાના શ્લોક ( આભાર – સ્વાધ્યાય પરિવાર) રોમન લીપીમાં ધડાધડ વાંચી નાંખે છે. મને નથી ફાવતું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: