શ્રીમહાપ્રભુજી નો પ્રાકટ્ય દિવસ

10 04 2010

શ્રીમહાપ્રભુજી નો પ્રાકટ્ય દિવસ ચૈત્ર વદ એકાદશી.  ચંપારણ્યમા અગ્નિ કુંડમાંથી

પ્રાગટ્ય, શ્રીલક્ષમણ ભટ્ટજી પિતા અને માતા ઈલ્લમાગારુ.

  શ્રી મહાપ્રભુજી દ્વારા દર્શાવેલ નવ પ્રકારે ભજન કરવાથી શ્રી પ્રભુમા પ્રેમ

વધે છે.

       ‘પુષ્ટિમાર્ગ સંપ્રદાયના’ સ્થાપક, “શ્રી કૄષ્ણઃ શરણં મમ” મંત્રનું આરાધન,

ષોડષગ્રંથોના રચયિતા શ્રી મહાપ્રભુજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ.  

શ્રી પ્રભુને પામવા નવ સીડી છે. અને છેલ્લી દસમી સર્વોત્તમ ભક્તિ

પ્રેમ લક્ષણા છે.

૧. શ્રવણ ભક્તિઃ

ભગવાનના ગુણગાન સાંભળવા તે શ્રવણ ભક્તિ.

પરિક્ષિત, યક્ષપત્ની અને દિનકરદાસ શેઠે આ ભક્તિ કરી.

૨. કીર્તન ભક્તિઃ

ભગવાનના ચરિત્રનું કીર્તન કરવું તે કીર્તન ભક્તિ.

નારદ, શુકદેવ, ગર્ગાચાર્ય અને સૂરદાસજીએ કીર્તન ભક્તિ કરી.

૩. સ્મરણ ભક્તિઃ

 સ્મરણ એટલે સદા પ્રભુના ગુણ,રૂપ, લીલાનું ચિંત્વન.

ગજેન્દ્ર,પ્રહલાદ અને યમલાર્જુને સ્મરણ ભક્તિ કરી.

૪. પાદસેવન ભક્તિઃ

ભગવાનના ચરણારવિંદની સેવા તે પાદ સેવન. બીડા, માળા, ચંદન, વસ્ત્ર વિ.

લક્ષમી, સિવ ,બ્રહ્મા, કૄષ્ણદાસ મેઘને પાદ સેવન ભક્તિ કરી.

૫. અર્ચન ભક્તિઃ

ભગવાનને અભ્યંગ એટલે સ્નાન કરાવવું, ચંદન,પુષ્પ, કેસરી તિલક વિ.

કમલા,પૃથુરાજા અને વ્રજ કુમારીકાએ  અર્ચન ભક્તિ કરી.

૬. વંદન ભક્તિઃ

ભગવાનને દીનતા પૂર્વક પ્રણામ કરવા.

અક્રૂર, ઉધ્ધવ્જી અને જગજીવન ભાઈએ આ વંદન ભક્તિ કરી.

૭. દાસ્ય ભક્તિઃ

ભગવાનની દાસ ભાવે સેવા તે દાસ્ય ભક્તિ.

હનુમાન,શ્રી ગિગિરાજજી અને જગજીવનભાઈએ આ દાસ ભક્તિ કરી.

૮. સખ્ય ભક્તિઃ

શ્રી ઠાકોરજીને જેમ સુખ થાય તેમ સેવા કરવી. ઋતુ અનુસાર વસ્ત્રાદિ ધરવા.

અર્જુન, ગોપસખા અને ગોવિંદ સ્વામીએ સખ્ય ભક્તિ કરેલ છે.

૯. આત્મનિવેદન ભક્તિઃ

ભગવાનને પોતાન દેહ દેહ સાથેનો તમામ પરિકર સમર્પિત કરવો.

બલિરાજા, ગોપીજન, આત્મનિવેદન ભક્તિ કરેલ છે.

૧૦ પ્રેમ લક્ષણા ભક્તિઃ

પ્રેમ થવાન ત્રણ કારણ,રૂપ, ગુણ અને દ્રવ્ય. આ ત્રણેય વિકાર વિનાનો

સહજ પ્રેમ તેજ શ્રી કૃષ્ણને ગમે. પ્રેમથી પ્રભુ ભક્તને વશ થાય. નિર્વિકાર

સહજ અને સ્વાભાવિક પ્રેમ.


ક્રિયાઓ

Information

One response

13 04 2010
pragnaju

મુખ્ય તો અર્પણ કરવાનું પોતાનો આત્મા છે. પણ આત્મા કંઇ જુદો રહેતો નથી. એ દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ એ બધાના સંબંધવાળો છે. આથી દેહ, ઇન્દ્રિય, પ્રાણ તથા અંતઃકરણ તથા તેમના કાર્યોનું અર્પણ કરવાનું છે. દેહથી પ્રભુસેવા કરવી. ઇન્દ્રિયોથી પ્રભુના ગુણગાન વગેરેનું સ્મરણ કરવું. પ્રાણથી અને અંતઃકરણથી પણ પ્રભુનો જ વિચાર કરવો. અર્થાત્ દેહાદિ ભગવત્ કાર્યમાં, ભગવદ્ ગુણોમાં, ભગવાનની સ્મૃતિમાં અને ભગવાનના વિચારમાં જ રોકાયેલા રહે તેનું નામ અર્પણ. દેહેન્દ્રિયોનું અર્પણ તો અહંભાવ દૂર કરવાને માટે છે. તેમનો આત્માની સાથે આંતર સંબંધ છે. પણ આ દેહમાં રહેલા આત્માનો બાહ્ય પદાર્થની સાથે પણ સંબંધ છે. જેમ કે પત્ની, પુત્રપૌત્રાદિ, સગાંવહાલાંઓ, વિત્ત અને આ લોકની કે પરલોકની કામનાઓ, એ બધાઓનું પણ ભગવાનને અર્પણ કરવું જોઇએ. એ બાહ્ય સંબંધવાળા પદાર્થોનું અર્પણ કરવાથી મારાપણાનો દોષ દૂર થાય છે ને મમતા એ બે ભક્તિમાર્ગના બાધક છે, કારણ અજ્ઞાન છે. એની નિવૃત્તિ માટે આવા બાહ્ય અને આંતર સંબંધવાળા તમામનું અર્પણ ભગવાનને કરવું જોઇએ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: