એક ડગ ધરા પર—-૧૪

13 04 2010

એક ડગ ધરા પર—-૧૪

***********************

 

 

હિના અને હરિશનું મધુરું મિલન જોઇને ચાંદ વાદળોની પાછળ છુપાઈ ગયો.

બાળક રૂપી કડી એવી તો મજબૂત હોય છે કે પતિ પત્નીને સ્નેહની સાંકળમા જકડી

રાખવા સમર્થ બને છે. શાન અને મંડળી ખુશ થયા.પરાક્રમની વાત શાનના માતા

પિતાએ જાણી ત્યારે તેમને આનંદ સાથે આશ્ચર્ય થયું.  શાન જેવી સુંદર અને શુશીલ

દિકરી પામવા માટે મનોમન પ્રભુનો આભાર માન્યો.

રવીવારનો દિવસ હતો ગયા અઠવાડિયેજ પરીક્ષા પૂરી થઈ હતી તેથી શાન આજે

નિરાંતે કમપ્યુટર પર રમત રમવાનો આનંદ માણી રહી હતી. અચાનક  તેની નજરે

એક સમાચાર પડ્યા. એક પળતો તેને પોતાની આંખ પર વિશ્વાસ ન બેઠો કે  જે વાંચી

રહી છે તે સત્ય છે ? તેના મોઢાના રંગ રૂપ , હાવભાવ બદલાયા.  થર થર ધ્રુજવા લાગી.

તેની મમ્મી શાનને નાસ્તો કરવા બોલાવવા આવી હતી તે પૂતળાની માફક શાનને જોઈ

રહી. તરતજ તેને બાથમા લઈ બોલી ‘શાન બેટા શું થયું?’  શાને આંગળી વડે સમાચાર

તરફ તેની માનું ધ્યાન દોર્યું.

કમપ્યુટર સમાચાર માં વિડિયો હતી, એક પતિ પોતાની પત્નીને દહેજની રકમ

ન લાવવા બદલ જીવતી સળગાવી રહ્યો હતો ! શાનનું દિમાગ બહેર મારી ગયું.  ૨૧મી

સદીમા હજુ આવું પાશવી કૃત્ય પુરુષ કરી શકે છે તે કેમે કરી માનવા તૈયાર ન હતી.

તે ઘટના સ્થળ આમ તો એકાંત જગ્યા હતી પણ ભલું થજો કેમેરા વાળા સેલફોનનું કે

કોઈ રડ્યો ખડ્યો ત્યાંથી પસાર થતો હશે તો ઝડપાઈ ગયો. સમાચાર સ્થાનિક હતા.

શાનને વિચાર સ્ફૂર્યો થયું લાવને એ બહેનને હોસ્પિટલમા મળી આવું. જો

કે એ બહેન ક્યાં કેવી હાલતમા છે તે હકિકત મેળવવી મુશ્કેલ કાર્ય ન હતું. શાન  જેનું

નામ એક વિચાર કરે તેને અમલમા મૂકવા કદી પાછી પાની ન કરે. ઘરેથી કંઈ પણ

કહ્યા વગર નિકળી ગઈ. જેમ સાચો હીરો કદી પોતાનું મોલ ન કહે, ભલે શાન ઉંમરમા

તો હજુ ૨૦ ની પણ ન હતી કિંતુ તેની ઈરાદા અને મનસૂબા ખૂબ દ્રઢ હતા. સ્કૂટર પર

બેસી આવી પહોંચી.  તેની સખી છું કહી હોસ્પિટલમા પહોંચી ગઈ. નસિબ જોગે દાઝેલી

સ્ત્રીની હાલત ખૂબ ગંભીર ન હતી. તેના પિયરિયા બહારગામ હતા તેથી તે સ્ત્રીને શાન

આવી તે ગમ્યું. જો કે પરણી હતી તેથી સ્ત્રી કહેવાય બાકી તેની ઉંમર માત્ર ૨૨ વર્ષની

હતી. તેના પતિને પોલિસ અટકાયતમા રાખ્યો હતો. શાને તેને સાંત્વના આપી, મદદ

કરવાની તૈયારી દાખવી.

પરિસ્થિતી કાબૂમા હતી તેથી વિગતે વાત જાણી. શાન વિચરી રહી આતો કોઈ રીતે

ચલાવી ન લેવાય. ભણેલી ગણેલી છોકરીઓ કમાય પણ ખરી. ઘરની જવાબદારી પ્રેમે

ઉપાડે તો આનાથી વધારે પરણનાર પુરુષ શેની આશા રાખે. માત્ર તેની પુરુષ જાત છે,

શું એ જ મુદ્દો અગત્યનો છે. અરે, ત્યાંજ તો એ ભૂલ ખાય છે કે તેને જનમ આપનાર તેની

“મા” એક સ્ત્રી છે! જો કે બધા પુરુષ એવા હોય એવું માનવા શાન તૈયાર ન હતી. તેના

પિતા, દાદા, નાના અને કુટુંબીજનો ખૂબ જ સંસ્કારી હતા. કઈ રીતે સીમાને સમજાવે

કે તારું સ્ત્રીત્વ હણાયા વગર માનભેર  જીવન કેમ જીવવું. જો કે અત્યારે સમય અને

સ્થળ બંને યોગ્ય ન હતા તેથી    તેના પ્રત્યે હમદર્દી જતાવી પોતાનું નામ ફોન નંબર

આપી વિદાય થઈ. રમાના માતા પિતા આવી ગયા હતા તેથી તેણે રાહતનો દમ

ખેંચ્યો અને સ્કૂટર ઘર તરફ મારી મૂક્યું.———————


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: