એમ લાગે છે જિંદગીની બાજી રોજ હારી જાંઉ છુ
જીતવાની ઘેલછામા નવો દાવ ખેલી જાંઉ છું
જીવનમા હાર એ નિષ્ફળતા નથી
જીત તરફનું એ પહેલું સફળ ડગ છે
હાર અને જીત એક જ સિક્કાની બે બાજુ છે
માત્ર સિક્કો ઉલટાવો બાજી બદલાઈ જાય છે
જે જીતે તે સિકંદર, જે હારે તે રાણા પ્રતાપ
કિંતુ અમર કોણ, એ ગહન, મોટૉ પ્રશ્નાર્થ?
ઘણી વખત હારમા પણ મજા છે અનુભવજો!
જીતમા હરદમ સુખ છે એ ભ્રમમા ન રાચજો.
હારો પણ શાનથી જીતો જાજ્વલ્યમાનથી
અનુભવો જીંદગી છે નિત્ય નવા શણગારથી
અનુભવો જીંદગી છે નિત્ય નવા શણગારથી
આપણે જીવનમાં જે પણ નિર્ણય લઈએ તે ૨૫ વર્ષે, ૫૦ વર્ષે કે ૭૫ વર્ષની ઉંમરે કંઈક જુદું જ હશે. પરંતુ તેનું પુનઃમૂલ્યાકન કરો અને ભગવાનથી તેનું સમર્થન કરાવો. પાંડવો પોતાના તમામ નિર્ણયોની પુષ્ટિ ભગવાનથી કરાવતા રહ્યા અને તમારાથી આજ ભૂલ થઈ ગઈ. તમે પ્રતિજ્ઞાના નામે મક્કમ રહ્યા. શ્રી કૃષ્ણે કહ્યું, જીવન જડ નથી, જીવન સંતુલનનું નામ છે. જે લોકો જીવનને જડની જેમ જીવે છે તેઓ એક દિવસ ચોક્કસ પરેશાન થઈ જાય છે. જીવન સંતુલન હોય છે, પ્રેમ અને કર્મનું સંતુલન, તમામ પ્રકારનું સંતુલન