ઉનાળાની ગરમીથી બચવાનો સરળ પથ.
વિશ્વાસ અને શ્રધ્ધા સાથે અમલમા મૂકશો
તેવી નમ્ર વિનંતિ.
પ્રાણાયામઃ ખાસ કરીને ગરમીમા સહાય રૂપ.
ચન્દ્રનાડી પ્રાણાયામ
૧.
કોઈ પણ અનૂકુળ સ્થિતિમા બેસો.
પલાંઠીવાળીને, અર્ધ પદ્માસન, પદ્માસન યા વજ્રાસન
૨.
ૐ સહનાવવતુ શ્લોક બોલો.
૩.
આંખ બંધ રાખવાની કોશીશ કરી, શ્વાસ ની આવન
જાવન પર ધ્યાન કેંન્દ્રિત કરો.
૪.
જમણા હાથે જમણું નસકોરું બંધ કરી લાંબા શ્વાસ લેવાના
અને છોડવાના. ૯ વખત. ( ડાબા નસકોરાથી)
શીતલી પ્રાણાયામ
૧.
જીભને બંને બાજુથી વાળી નાની નળી જેવો
આકાર કરવો.
૨.
મોઢાથી ઉંડા શ્વાસ લઈ નાકેથી બહાર કાઢવો.
૩.
૯ વખત
શિતકારી પ્રાણાયામ
૧.
જીભને આગળથી વાળી ઉપરના તાળવાને
સહારે રાખી ખુલ્લા મોઢે શ્વાસ લેવા.
૨.
મોઢું બંધ કરી ઉચ્છવાસ બહાર નાકેથી કાઢવો.
૩.
૯ વખત
સદંતા પ્રાણાયામ
૧.
ઉપર અને નીચેના દાંત સાથે રાખી બાજુમાંથી
શ્વાસ લેવો.
૨.
મોઢું બંધ કરી નાકેથી ઉચ્છવાસ બહાર કાઢવો.
૩.
૯ વખત.
જો તમારે ચોકઠું, બ્રિજ કે ખોટા દાંત હોય તો આ સદંતા
પ્રાણાયામ ન કરશો.
ગરમીની ઋતુમાં શરીરને સા્ચવવાનો રામબાણ ઈલાજ.
ખૂબ અનુભૂત પ્રયોગો
અમારે ત્યાં તો હજુ ઠંડીનો કહેર છે.પણ ગરમી થી બચવા સાથે સાથે ખારુ, ખાટુ, તીખુ ખાવું કે પીવું નહી. દાડમનો રસ, શેરડીનો રસ, ખડી સાગરનું પાણી પીવું, કાળીદ્રાશ, જેઠીમધ, ખજૂર, કાળામરી અને ફાલસાનો જ્યુસ બનાવીને પીવો તેમજ ચંદનનો શરીર પર લેપ કરવો, સાચા મોતી અથવા ચંદનના મણકાની માળા પહેરવી વિ પણ અનુભૂત પ્રયોગો છે
Nice advices for HUMAN BODY !
Readers are invited to READ the Posts on HUMAN HEALTH on my Blog !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar soon !
gr888 mumbai ma to sakhat garmi che..amne jarur kam lagshe aapni vat…
How about turning on the air conditioner?